મુખ્ય સમાચાર
News of Monday, 26th October 2020

સીરિયામાં હવાઈ હુમલો થતાં ૫૦ થી વધુ લોકોનાં મોત : ૭૮ લડાકૂઓ માર્યા ગયા અને ૯૦ જેટલા ઘાયલ થયા

 ઉત્તર પશ્ચિમ સીરિયામાં બળવાખોરોની તાલીમ શિબિર પર થયેલા વિમાન હુમલામાં તુર્કી-સમર્થિત 50 થી વધુ લડાકૂઓ માર્યા ગયા અને લગભગ એટલા ઘાયલ થયા, સીરિયન વિરોધી એક યુદ્ધ મોનિટર સંસ્થાએ જણાવ્યું હતું.

ઇદલિબ પ્રાંતના ઉત્તર પશ્ચિમ ભાગમાં સીરિયાના સૌથી મોટા ટર્કીશ સમર્થિત વિરોધી જૂથો પૈકીના એક ફૈલાક અલ-શામ માટેની મનાતી લશ્કરી તાલીમ શિબિરને નિશાન બનાવાયેલ.  

બ્રિટન સ્થિત સીરિયન ઓબ્ઝર્વેટરી ફોર હ્યુમન રાઇટ્સ, જે સીરિયામાં યુદ્ધનું મોનીટરીંગ કરે છે, તેણે આંકડો મોટો આપ્યો છે૭૮ લડાકૂઓ માર્યા ગયા અને ૯૦ જેટલા ઘાયલ થયા.

(11:41 pm IST)