મુખ્ય સમાચાર
News of Saturday, 27th February 2021

મધ્ય પ્રદેશની કટની કોર્ટે ફિલ્મ અભિનેતા અક્ષય કુમારને નોટિસ ફટકારી : રુસ્તમ ફિલ્મમાં વકીલોને ' બેશરમ ' કહેવાનો આરોપ

કટની : 2016 ની સાલમાં રિલીઝ થયેલી ' રુસ્તમ ' ફિલ્મમાં વકીલોને ' બેશરમ ' કહેવાના  આરોપસર મધ્ય પ્રદેશની કટની કોર્ટે ફિલ્મ અભિનેતા અક્ષય કુમારને નોટિસ ફટકારી છે.તેમણે  ફિલ્મના એક  સીનમાં વકીલો માટે બેશરમ શબ્દનો ઉપયોગ કર્યો છે.જે સામે તેમની વિરુદ્ધ દાવો દાખલ કરાયો છે.

કટની નિવાસી એડવોકેટ મનોજ ગુપ્તાએ ફિલ્મમાં વકીલને બેશરમ કહેવા વિરુદ્ધ  અરજી કરી છે. કટનીના બીજા એડિશનલ સેશન્સ જજ, સુશીલ કુમારે અક્ષય કુમાર ઉપરાંત  ઝી એન્ટરટેનમેન્ટ એન્ટરપ્રાઇઝ લિમિટેડના અધ્યક્ષ સુભાષચંદ્ર, ફિલ્મ ડિરેક્ટર ટીનુ સુરેશ દેસાઈ, ફિલ્મ કલાકાર અનંગ દેસાઈ, સિટી પ્રાઇડ સિનેમા હોલ સિટી મોલ કટનીના માલિક સુરેશ ગુપ્તાને નોટિસ પાઠવી છે.

સુનાવણી માટેની આગામી મુદત 10 એપ્રિલ રાખવામાં આવી છે.તેવું એન.ટી.દ્વારા જાણવા મળે છે.

(1:52 pm IST)