મુખ્ય સમાચાર
News of Saturday, 27th February 2021

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ 2019 ની સાલની ચૂંટણી માટેના ઉમેદવારી પત્રમાં ખોટી માહિતી જાહેર કરી હતી : પોતાની પાસે ખેતીની જમીન ન હોવાનું સોગંદનામું કર્યું હોવા છતાં ખેતીની આવક હોવાનું દર્શાવ્યું : નાગપુરના મતદાર મોહંમદ નફીસે દાખલ કરેલી પિટિશન રદબાતલ ગણવા ગડકરીએ કરેલી અરજી ફગાવી દેતી બોમ્બે હાઇકોર્ટ

મુંબઈ : કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ 2019 ની સાલની ચૂંટણી માટેના ઉમેદવારી પત્રમાં  ખોટી માહિતી જાહેર કરી હતી તેવી પિટિશન  નાગપુરના મતદાર મોહંમદ નફીસે બોમ્બે હાઇકોર્ટમાં દાખલ કરી હતી.

જેમાં જણાવ્યા મુજબ ગડકરીએ પોતાની પાસે ખેતીની જમીન ન હોવાનું સોગંદનામું કર્યું હતું.તેમછતાં પોતાની આવક ખેતીની હોવાનું દર્શાવ્યું હતું.
 ઉપરાંત ગડકરીએ ચૂંટણી માટેના ખર્ચની મર્યાદાનું પણ ઉલ્લંઘન કર્યું હતું. આથી તેમની ચૂંટણી રદ થવી જોઈએ તેવી નામદાર કોર્ટ પાસે દાદ માંગી હતી.

આ પિટિશન રદબાતલ ગણવા ગડકરીએ હાઇકોર્ટ સમક્ષ અરજી કરી હતી.જેમાં જણાવાયા મુજબ આ માહિતીથી પોતાની હારજીતને  કંઈ ફેર પડતો નથી. આ અરજી રદ થવા પાત્ર છે. તથા ચૂંટણી અરજીમાં વિલંબ કરનારી છે.

નામદાર કોર્ટએ ગડકરીની પિટિશન ફગાવી દેતા જણાવ્યું હતું કે જો તેમની પાસે ખેતીની જમીન નથી તો તેમણે ક્યાં સ્તોત્રમાંથી આવક મેળવી છે તેની તપાસ થવી જોઈએ . સાથોસાથ પિટિશનરે જણાવ્યા મુજબ ચૂંટણી ખર્ચ મર્યાદાથી વધુ થયું છે તેવું સાબિત થતું નથી તેથી તેમની તે દલીલ માન્ય રાખી નહોતી. તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે. 

(8:12 pm IST)