મુખ્ય સમાચાર
News of Saturday, 27th February 2021

ગુલામ નબીનાં સમર્થનમાં G-23 નેતા: સિબ્બલે કહ્યું પાર્ટી નબળી પડી રહી છે આપણે તેને મજબુત બનાવવાની જરૂર

કોંગ્રેસી નેતા રાજ બબ્બરે કહ્યું કે અમને જી-23 કહેવાય છે પણ અમે ગાંધી-23 છિએ, અને ગાંધી-23 કોંગ્રેસની મજબુતી ઇચ્છે છે

નવી દિલ્હી : રાજ્યસભાનો કાર્યકાળ પુરો થયા બાદ કોંગ્રેસનાં અગ્રણી નેતા ગુલામ નબી આઝાદ જમ્મુ કાશ્મિરનાં ત્રણ દિવસનાં પ્રવાસ પર છે, તેમની સાથે જી-23 નાં નેતાઓ પણ છે, શનિવારે જમ્મુમાં યોજાયેલી રેલી દરમિયાન કોંગ્રેસ નેતા આઝાદે દિલ્હીથી આવેલા કોંગ્રેસનાં નેતાઓનું સ્વાગત કર્યું હતી .

આ દરમિયાન પાર્ટીનાં અગ્રણી નેતા કપિલ સિબ્બલે કહ્યું કે પાર્ટી નબળી પડી રહી છે, અને આપણે તેને મજબુત બનાવવાની જરૂર છે. આ બાબતનો સ્વિકાર કરવી જોઇએ, તેમણે કહ્યું કે જ્યારે તમે પ્લેનમાં જાઓ છો ત્યારે તમારે પાઇલોટની સાથે-સાથે એન્જિનિયરની પણ જરૂરીયાત પડે છે, જે તેની ટેકનિકલ બાબતો જાણતો હોય, ગુલામ નબી આઝાદ કોંગ્રેસ માટે આ ભુમિકામાં છે, તે દેશની તમામ વાસ્તવિક્તાઓથી પરિચિત છે.

 

કોંગ્રેસી નેતા રાજ બબ્બરે કહ્યું કે અમને જી-23 કહેવામાં આવે છે, હું તમને કહીં દઉં કે અમે ગાંધી-23 છિએ, અને ગાંધી-23 કોંગ્રેસની મજબુતી ઇચ્છે છે, પાર્ટીનાં આદર્શોનાં પગલે ગુલામ નબી આઝાદ મોટા નેતા બન્યા, તેમની નિવૃતીથી પીએમ મોદી પણ ભાવુક બની ગયા હતાં.

આ પ્રસંગે આઝાદે કહ્યું કે હું સંસદથી રિટાયર્ડ થયો છું પણ રાજનિતીથી નહીં, આ પહેલી વખત નથી, અને તે ચિંતાની વાત પણ નથી, મેં ઘણી વખત જોરદાર રીતે પરત ફર્યો છું, હું પીએમ મોદી સહિત તે તમામ લોકોનો આભાર વ્યક્ત કરવા માંગુ છું, જેમણે મારી પ્રશંસા કરી

એક સમયે કોંગ્રેસનાં 23 નેતાએ પાર્ટીનાં ટોચનાં નેતૃત્વ પર સવાલ ઉભા કર્યા હતાં, તેમને G-23 નાં નામથી ઓળખવામાં આવે છે, જમ્મુ પહોંચનારા નેતાઓમાં હરિયાણાનાં પુર્વ સીએમ ભુપેન્દ્ર સિંહ હુડ્ડા, પુર્વ યુપી કોંગ્રેસ પ્રમુખ રાજ બબ્બર, પુર્વ કેન્દ્રીય પ્રધાન આનંદ શર્મા, અને કપિલ સિબ્બલનો સમાવેશ થાય છે.

(9:07 pm IST)