News of Tuesday, 27th October 2020
તમિલનાડૂની મેડિકલ કોલેજોમાં ઓબીસીને પ૦ ટકા આરક્ષણ આપવાની માંગવાળી અરજી રદ
સુપ્રીમ કોર્ટએ તમિલનાડુ સરકાર, એઆઇએડીએમકે અને ડીએમકેની ઓલ ઇંડિયા કોટાને લઇ તમિલનાડુની સરકારી મેડિકલ કોલેજોમાં ઓબીસીને પ૦ ટકા આરક્ષણ આપવાની માંગવાળી અરજી રદ કરી દીધી. આ પહેલાં કેન્દ્ર સરકારએ કોર્ટને સૂચિત કર્યું હતું કે આ વરસ તમિલનાડુમાં મેડિકલ અને ડેંટલ સીટો પર ઓબીસી માટે આરક્ષણ વધારવું સંભવ નથી.
(11:12 pm IST)