મુખ્ય સમાચાર
News of Tuesday, 27th October 2020

ઓનલાઇન સુનાવણી દરમિયાન એક વકીલ શર્ટ પહેર્યા વિના કેમેરા સામે બેસી ગયા : સુદર્શન ટી.વી.કેસ મામલે વિડિઓ કોન્ફરસથી ચાલી રહેલી સુનાવણી દરમિયાન શિષ્ટચારના અભાવથી ન્યાયધીશો નારાજ

ન્યુદિલ્હી : સુદર્શન ટી.વી. કેસની ઓનલાઇન સુનાવણી માટેની વિડિઓ કોન્ફરન્સ દરમિયાન એક વકીલ શર્ટ પહેર્યા વિના કેમેરા સામે બેસી ગયેલા જોવા મળ્યા હતા.આથી જસ્ટિસ ડી.વાય.ચંદ્રચુડ નારાજ થયા હતા.તેમજ અન્ય જજ સુશ્રી ઈંદુ  મલ્હોત્રાએ પણ  નારાજગી વ્યક્ત કરી હતી.તથા જણાવ્યું હતું કે આ બાબત માફ કરવા યોગ્ય નથી.

ઉલ્લેખનીય છે કે આ અગાઉ એક વકીલ સુનાવણી દરમિયાન સિગારેટ પિતા જોવા મળ્યા હતા.કોઈ મોટરમાં બેસીને સુનાવણીમાં ભાગ લઇ રહ્યા હતા.આવા બનાવો પ્રત્યે સુપ્રીમ કોર્ટના ન્યાયધીશોએ નારાજગી વ્યક્ત કરી છે.તથા આવા બનાવો શિષ્ટાચાર વિરુદ્ધ હોવાથી માફ કરવા યોગ્ય નથી તેવી ટિપ્પણી પણ કરી હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(1:48 pm IST)