મુખ્ય સમાચાર
News of Tuesday, 27th October 2020

ભારત માર્કેટનો લોગો ૩૦મીએ લોન્ચ થશે

કૈટે પોતાનું ઇ-કોમર્સ પોર્ટલ બનાવ્યુઃ ચીની વસ્તુ નહીં વેંચી શકાય

નવી દિલ્હીઃ કોન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સે (કૈટ) પોતાની ઇ-કોમર્સ પોર્ટલ ભારત ઇ-માર્કેટનો લોગો ૩૦ ઓકટોબરે લોન્ચ કરવાની જાહેરાત કરી છે. કૈટનું આ પોર્ટલ વિશુધ્ધરૂપથી ભારતીય હશે, જેમાં વિદેશથી મળેલ કોઇ પણ પ્રકારનું રોકાણ નહીં હોય પોર્ટલ ઉપરથી મળતો ડેટા દેશમાં રાખવામાં આવેલ સર્વરમાં જ રખાશે. કૈટે જણાવેલ કે કોઇપણ પ્રકારની ચીની વસ્તુ કૈટના પોર્ટલ ભારત ઇ-માર્કેટ ઉપર નહી વેચી શકાય. જેથી દેશના નાના વેપારીઓને ફાયદો થશે.

(2:28 pm IST)