મુખ્ય સમાચાર
News of Tuesday, 27th October 2020

ફેમિલી પ્લાનિંગને કારણે હિંદુઓ ઘટ્યા : સાધ્વી પ્રજ્ઞા ઠાકુર

ભોપાલમાં ભાજપ સાંસદનું નિવેદન

ભોપાલ : મધ્ય પ્રદેશની રાજધાની ભોપાલના છોલા દશેરા મેદાનમાં આયોજિત વિજયાદશમીના કાર્યક્રમમાં ભાજપના સાંસદ પ્રજ્ઞા ઠાકુરે હાજરી આપી હતી. સાધવી પ્રજ્ઞા ઠાકુરે કમલનાથ, દિગ્વિજય સિંહ અને મહેબુબા મુફ્તી પર નિશાન સાધ્યુ હતું. સાથે તેમણે કહ્યું હતું કે પરિવાર નિયોજનના કારણે હિંદુઓ ઘટી ગયા છે. તેમણે કહ્યું કે કયારેક કોઈએ સ્ત્રીને આઈટમ કહી દીધી હતી તેમની બુદ્ઘિ પર દયા આવે છે. જો ભારતીયો છો તો નારીનું સન્માન કરતા શીખો, નહીં તો રાવણના પુતળાની જેમ ભશ્મ થઈ જશો. શું પોતાની પત્ની, દીકરી અને બહેનને આવા શબ્દોથી બોલાવે છે પ્રજ્ઞાએ કહ્યું કે હું કહુ છુ સમજી જાવ તમારા શબ્દો પાછા લો તમારા ખરાબ હાલ થશે. જેમણે આઈટમ કહ્યું તે શું પોતાની પત્ની, દીકરી અને બહેનને આવા શબ્દોથી બોલાવે છે. તેમની આવી સંસ્કૃતિ છે.

 પ્રજ્ઞા ઠાકુરે કહ્યું કે હિંન્દુ સનાતનીએ પોતાના બાળકોની રક્ષા કરવી જોઈએ. ઈશ્વરે મોઢું આપ્યું છે તો કોળીયો પણ આપશે. સચેત નહીં થયા તો આપણે જે ધન કમાઈ રહ્યા છીએ તેનો ઉપયોગ કરવા માટે આપણા બાળકો માટે કંઈ નહીં રહે. ઈતિહાસ કહી શકે છેકે ઈતિહાસથી શીખો કે આપણે સચેત રહેવું જોઈએ. પાછળ ન હોવા જોઈએ. એટલા માટે અમે કહીએ છીએ કે પોતાના બાળકોને રાષ્ટ્રભાવના શીખવો. પોતાના દેશ માટે સમર્પણ શીખવો.

આ ઉપરાંત તેમણે દિગ્વિજય સિંહ પર પણ નિશાનો સાધ્યો હતો અને મહેબુબા મુફતીને પણ ૩૭૦ને લઈને ઘેર્યા હતા. તેમણે કહ્યું કે મહેબૂબા કહે છે કે તિરંગો નહીં ઉઠાવું પરંતુ અમે કહીએ છીએ કે દેશ ભકત આવી ગયા છે. હવે તેમને દેશમાં રહેવું હોય તો વંદેમાતરમ કહેવુ પડશે.

(2:30 pm IST)