મુખ્ય સમાચાર
News of Tuesday, 27th October 2020

અમિતાભ બચ્ચન સૌથી ભરોસાપાત્ર બ્રાન્ડઃ બીજા ક્રમે અક્ષયઃ મહિલા વર્ગમાં દિપિકા પાદુકોણ

સૌથી ચર્ચાસ્પદ કપલ રણબીર અને આલીયાઃ સૌથી ચર્ચીત ક્રિકેટ હાર્દિક પંડયા : ટીવી ઉદ્યોગમાં સૌથી વિશ્વસનીય કપિલ શર્મા ટોપ ઉપરઃ સૌથી ચર્ચીત ટીવી સેલીબ્રીટીમાં કરણ જોહર અને મલાઇકા અરોરા

નવી દિલ્હી, તા., ૨૭: બોલીવુડના શહેનશાહ અમિતાભ બચ્ચન સિનેમા અને સમાજના ક્ષેત્રમાં મહત્વની ભુમીકા ભજવી રહયા છે. તેમના તરફથી સિનેમામાં કરવામાં આવેલા વિશ્વસનીય કામે બીગ બીને અલગ સ્થાન પર ઉભા કરી દીધા છે અને આજે અમિતાભે દરેક લોકોના હ્રદયમાં સ્થાન મેળવ્યું છે. હવે અમિતાભ બચ્ચન દેશના સૌથી વિશ્વસનીય અને સન્માનીત બ્રાન્ડના સ્વરૂપમાં ઉપસી આવ્યા છે. હાલમાં આવેલા એક રિપોર્ટમાં સામે આવ્યું છે કે અમિતાભ બચ્ચન સૌથી વિશ્વસનીય સેલેબ્રીટી છે.

ઇન્ડીયન ઇન્સ્ટીટયુટ ઓફ હ્યુમન બ્રાન્ડસ તરફથી એક રીપોર્ટ જારી થયો છે જેમાં આ હસ્તીઓની બ્રાન્ડના સ્વરૂપમાં સર્વે કરવામાં આવ્યો છે. જેમાં જણાયુ છે કે કઇ હસ્તી સૌથી વધુ વિશ્વસનીય બ્રાન્ડના સ્વરૂપમાં સામે આવી છે. ર૩ શહેરોના ૬૦ હજાર લોકોએ તેમાં ભાગ લીધો હતો અને તેમાં દરેકને અંક આપ્યા હતા.

આ રીપોર્ટમાં અમિતાભને ૮૮.૦ નો સ્કોર આપવામાં આવ્યો હતો. જે જણાવે છે કે હસ્તીના સ્વરૂપમાં બીગ બીને લોકો સૌથી વધુ પસંદ કરે છે તેમના પર વિશ્વાસ મુકે છે. અમિતાભ બાદ અક્ષયકુમાર ૮૬.૮ ટકાના સ્કોર સાથે બીજા ક્રમે રહયા છે તો અભિનેત્રીની વાત કરીએ તો દિપીકા પાદુકોણ ૮ર.૮ ટકાના સ્કોર સાથે સૌથી વિશ્વસનીય મહિલા સેલીબ્રીટીના સ્વરૂપમાં સામે આવી છે.

આ સર્વેમાં દેશની ૧૮૦ હસ્તીઓને સામેલ કરવામાં આવી હતી. જેમાં ૬૯ બોલીવુડના અને ૬૭ ટીવીના, ૩૭ રમત જગતના અને અન્ય ૭ લોકોને સામેલ કરાયા હતા. ટીવીની વાત કરીએ તો કપિલ શર્માનો સ્કોર ૬૩ે.ર આવ્યો છે. ધોનીનો સ્કોર ૮૬.૦ આવ્યો છે.

સૌથી વિવાદીત સેલીબ્રીટીના મામલે ક્રિકેટ હાર્દિક પંડયા આવ્યો છે. હાર્દિક બાદ સલમાન ખાન અને કંગના રાણોત રહી છે. સૌથી વિવાદીત ટીવી હસ્તીમાં કરણ જોહર અને મલાઇકા અરોરા આવ્યા છે. સૌથી ચર્ચાપસદ કપલમાં રણબીર કપુર અને આલીયા ભટ્ટ આવ્યા છે.

(3:31 pm IST)