News of Friday, 27th November 2020
આ તો સરકાર છે કે સેલ્સમેન !: ઉત્તર પ્રદેશની સરકાર તેના ધનિક મિત્રોને એક્સપ્રેસ હાઈવે વેચી દેવાની તૈયારીમાં: અખિલેશ યાદવના આકરા પ્રહારો: અમે સત્તા ઉપર આવશું એટલે તપાસ કરાવીશું
લખનૌ: યુપી સરકાર હવે ઉત્તરપ્રદેશના 'એક્સપ્રેસ હાઈ-વે' તેમના સમૃદ્ધ મિત્રોને સોંપવાની તૈયારી કરી રહી છે. જે લોકો લિઝ ઉપર આ હાઈ-વે આપીને કૌભાંડ દ્વારા સરકારને લાભ પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યા છે, તેઓ હવે આ 'એક્સપ્રેસ હાઈ-વે' ઉપર મનમાન્યો.. મનસ્વી ટોલ વસૂલ કરીને લોકોનું શોષણ કરશે. જ્યારે પણ સત્તા ઉપર સમાજવાદી પક્ષની સરકાર આવશ ત્યારે આ મહા ગોટાળાની તપાસ કરવામાં આવશે તેમ ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને સપાના સર્વેસર્વા અખિલેશ યાદવે જણાવ્યું છે. તેમણે ટ્વિટ કરીને કહ્યું હતું કે આ તો સરકાર છે કે સેલ્સમેન !
(10:44 pm IST)