મુખ્ય સમાચાર
News of Thursday, 28th January 2021

લાલ કિલ્લો 31મી સુધી પ્રવાસીઓ માટે બંધ રહેશે : પર્યટનમંત્રીએ સ્થળ મુલાકાત લીધી : રિપોર્ટ માંગ્યો

હિંસા પછી એએસઆઈએ નુકશાનની સમીક્ષા કારવા માટે ગેટ બંધ રાખવાનો નિર્ણય કર્યો

નવી દિલ્હી : ભારતીય પુરાતત્વ સર્વેક્ષણના એક આદેશ મુજબ લાલ કિલ્લો 27 જાન્યુઆરીથી 31 જાન્યુઆરી સુધી બંધ રહેશે. જો કે આ આદેશ પાછળ કોઈ કારણનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. જો કે આમાં 6 જાન્યુઆરી અને 18 જન્યુઆરીના જુના આદેશનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જે હેઠળ પ્રતિષ્ઠિત સ્મારકને બર્ડ ફલૂ એલર્ટના કારણે 19 જનયુઆરીથી 22 જાન્યુઆરી સુધી કરવામાં આવી છે.

  લાલ કિલ્લાને ગણતંત્ર દિવસના સમારોહને લઇ 22 જાન્યુઆરીથી 26 જાન્યુઆરી સુધી બંધ કરવામાં આવ્યો હતો. સૂત્રોનું કહેવું છે કે 27 જાન્યુઆરીએ આગંતુકો માટે ખોલવાનું હતું પરંતુ એવું ન થયું. સૂત્રોએ જણાવ્યું કે, 26 જાન્યુઆરીએ લાલ કિલ્લાના પરિસરમાં ભડકેલી હિંસા પછી એએસઆઈએ નુકશાનની સમીક્ષા કારવા માટે ગેટ બંધ રાખવાનો નિર્ણય કર્યો હતો. આ પહેલા  સાંસ્કૃતિક તેમજ પર્યટન મંત્રી પ્રહલાદ પટેલે ઘટના સ્થળની મુલાકાત લઇ રિપોર્ટ માંગી હતી

 મંગળવારે આયોજિત ખેડૂત ટ્રેકટર રેલીનું લક્ષ્‍ય કૃષિ કાયદાઓને પરત લેવું અને નિર્ણય માટે ન્યુનત્તમ સમર્થન મૂલ્યની કાનૂની ગેરેન્ટીની માંગ કરવાનું હતું. દિલ્હી પોલીસે રાજપથ પર સમારોહ સમાપ્ત થયા પછી નિર્ધારિત રસ્તાથી ખેડૂતોને પરેડ કાઢવાની મંજૂરી આપી હતી. પરંતુ હજારોની સંકજ્યામાં ખેડૂત સમય પહેલા જ વિવિધ બોર્ડર પર લાગેલ બેરીકેટ્સને તોડી દિલ્હીમાં પ્રવેશી ગયા હતા. ઘણી જગ્યાએ પોલીસ સાથે એમની ઝડપ પણ થઇ અને પોલીસે લાઠી ચાર્જ અને ટીયર ગેસનો સહારો લેવો પડ્યો.

ખેડૂતોને એક સમૂહ લાલ કિલ્લા સુધી પહોંચી ગયો અને ત્યાં જઈ સ્થંભ પર ધાર્મિક ઝંડો લાગવી દીધો. આ સ્થંભ પર માત્ર રાષ્ટ્રીય ધ્વજ લગાવવામાં આવે છે.

(11:32 am IST)