મુખ્ય સમાચાર
News of Thursday, 28th January 2021

ખેડૂતોના મુદ્દા ખતમ નહીં થઇ જાય : હિંસામાં જવાબદાર રાજકીય પક્ષ વિરુદ્ધ કડક પગલા લેવા કેજરીવાલની માંગ

ત્રણેય કાયદાથી તેમનો ખેતર છીનવી કેટલાક મૂડીવાદીઓને સોંપી દેવામાં આવશે

નવી દિલ્હી : દિલ્હીમાં 26 જાન્યુઆરીના રોજ ટ્રેક્ટર રેલી દરમિયાન થયેલી હિંસાને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે દુર્ભાગ્યપૂર્ણ ગણાવ્યું. અરવિંદ કેજરીવાલે હિંસામાં સામેલ જવાબદાર રાજકીય પક્ષ વિરુદ્ધ કડક પગલા લેવાની માંગ કરી છે

  અરવિંદ કેજરીવાલે જણાવ્યું કે દેશના ખેડૂતો ખૂબ જ દુ:ખી છે. 70 વર્ષથી તમામ પાર્ટીઓએ ખેડૂતો સાથે દગો કર્યો છે. ક્યારેય કહે છે કે ખેડૂતોની લોન માફ કરશે, પરંતુ કોઇએ પણ લોન માફ નથી કરી. ખેડૂતોના બાળકોને નોકરી આપવાનો વાયદો કર્યો, પરંતુ નોકરી નહીં મળી. છેલ્લા 25 વર્ષમાં 3.5 લાખ ખેડૂતો આપઘાત કરી ચુક્યા છે. પરંતુ કોઇ પાર્ટીએ ખેડૂતોની સંભાળ લીધી નથી

  ત્રણ ખેડૂત કાયદા પર પ્રશ્ન ઉઠાવતા અરવિંદ કેજરીવાલે જણાવ્યું કે 3 ખેડૂત કાયદા લાવવામાં આવ્યા છે. આ ત્રણેય કાયદાથી તેમનો ખેતર છીનવી કેટલાક મૂડીવાદીઓને સોંપી દેવામાં આવશે. હવે ખેડૂત માટે અસ્તિત્વનો પ્રશ્ન થઇ ગયો છે કે જો રસ્તા પર નહીં ઉતરે તો ખેડૂત ટકી શકશે નહીં. અને ખેડૂત નહીં બચે તો પોતાના પરિવારનું કેવી રીતે ગુજરાન ચલાવશે. આટલી ઠંડીમાં ખેડૂતો એટલા માટે છે કે જો તેઓ નહીં બેસે તો બચશે નહીં

 દિલ્હીમાં થયેલી હિંસા પર સીએમ કેજરીવાલે જણાવ્યું કે 26 જાન્યુઆરીના રોજ હિંસા થઇ, જે દુર્ભાગ્યપૂર્ણ હતી. ખેડૂતો પર ખોટા કેસ કરવામાં આવ્યા. જે પણ પાર્ટી તેના માટે જવાબદાર છે, તેને કડક સજા મળવી જોઇએ. પરંતુ એ દિવસે હિંસા થઇ, તો ખેડૂતોના મુદ્દા ખતમ નહીં થઇ જાય એવું નથી. તે મુદ્દાઓ આજે પણ ચાલુ છે, જે મુદ્દાઓ પર ખેડૂત 60 દિવસથી આંદોલન કરી રહ્યા છે. તેઓ કહી રહયા છ કે આંદોલન ખતમ, પરંતુ આંદોલન કેવી રીત ખતમ થશે. ખેડૂતોની મુખ્ય સમસ્યા આજે પણ ચાલુ છે

  અરવિંદ કેજરીવાલે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને જણાવ્યું કે જે દેશના ખેડૂત દુ:ખી હોય, એ દેશ ક્યારેય સુખી નહીં રહી શકે. આપણે તમામ લોકોએ સાથે મળીને ખેડૂતોને અહિંસાપૂર્વક સાથ આપવું જોઇએ. પોત-પોતાના વિસ્તારોમાં જ્યારે પણ ખેડૂતો સાથે જાઓ, પોતાના ધ્વાજ, ડંડા અને ટોપી ઘરે છોડીને જાઓ. ખેડૂતો વચ્ચે બિનરાજકીય રીતે દેશના એક સામાન્ય નાગરિક તરીકે જાઓ.

(10:46 pm IST)