મુખ્ય સમાચાર
News of Friday, 27th November 2020

ગોંડલના રસિકલાલ અગ્રાવત શનિવારથી દાખલ હતાં: ઉદ્યોગ ભારતીના નિવૃત કર્મચારી હતાં

પુત્રએ સાંજે તબિબને મળી પિતા વિશે ખબર પુછતાં તબિયત રિકવરી પર હોવાનું કહેવાયું હતું : પુત્ર રશ્મીનભાઇએ કહ્યું-રાત્રે મને ફોન આવ્યો, ડોકટર બોલુ છું-હોસ્પિટલમાં બ્લાસ્ટ થતાં તમારા પિતાનું મૃત્યુ થયું છું તમે સિવિલ આવો

પાંચ દર્દીઓમાં એક મૃતક ગોંડલ કૈલાસબાગમાં રહેતાં રસિકલાલ શાંતિલાલ અગ્રાવત (ઉ.વ.૬૯) હતાં. તેઓ છ ભાઇ અને બે બહેનમાં નાના હતાં. તેમના પત્નિનું નામ વિજ્યાબેન છે. પુત્રોના નામ રશ્મીનભાઇ અને મયુરભાઇ છે. આ બંને ભાઇઓ આઉટડોર પબ્લીસીટીનું કામ કરે છે. રસિકલાલ ઉદ્યોગ ભારતીના નિવૃત કર્મચારી હતાં. તેમને ગયા શનિવારે કોરોના પોઝિટિવ આવતાં અહિ દાખલ કરાયા હતાં. અત્યાર સુધીમાં ત્રણ લાખ ફી ચુકવાઇ હતી. પુત્ર રશ્મીનભાઇએ કહ્યુ઼ હતું કે સાંજે જ અમે તબિબને મળ્યા હતાં ત્યારે તેમણે પિતાજીની તબિયત રિકવરી પર હોવાનું કહ્યું હતું. પરંતુ રાતે આ ઘટના બની ગઇ હતી. મને ડોકટરે ફોન કરીને કહ્યું હતું કે હોસ્પિટલમાં બ્લાસ્ટ થયો છે અને તમારા પિતા દાઝી ગયા છે, સિવિલ હોસ્પિટલે પહોંચો. આથી મેં રાજકોટથી મારા પિત્રાઇ સહિતને મોકલ્યા હતાં. અમે પણ ગોંડલથી રવાના થયા હતાં. ઘટના કઇ રીતે બની તેની અમને ખબર નથી.

(12:26 pm IST)