મુખ્ય સમાચાર
News of Saturday, 28th November 2020

યુ.એસ.ની સુપ્રતિષ્ઠિત ' રોડ્સ સ્કોલરશીપ ' માટે 4 ઇન્ડિયન અમેરિકનની પસંદગી : સમગ્ર દેશમાંથી પસંદ કરાયેલા 32 વિજેતાઓમાં સ્થાન મેળવ્યું

 વોશિંગટન : યુ.એસ.ની સુપ્રતિષ્ઠિત ' રોડ્સ  સ્કોલરશીપ ' માટે 4 ઇન્ડિયન અમેરિકનની પસંદગી થઇ છે.જેઓએ સમગ્ર દેશમાંથી પસંદ કરાયેલા 32 વિજેતાઓમાં સ્થાન મેળવ્યું છે.
આ ચાર ઇન્ડિયન અમેરિકનમાં સુશ્રી સ્વાથી  આર.શ્રીનિવાસન ,શ્રી વિજયસુંદરમ રામાસ્વામી ,સુશ્રી ગરિમા પી.દેસાઈ ,તથા શ્રી સાવર્ણી સંકાનો સમાવેશ થાય છે.
સમગ્ર દેશમાંથી પસંદ થયેલા આ 32 વિજેતાઓમાં 22 ગોરા છે.10 બ્લેક છે.
જે પૈકી 17 મહિલાઓ છે.અને 14 પુરુષ છે.તથા એક અન્ય છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.
સ્કોલરશીપની શરૂઆત 1902 ની સાલમાં સેસિલ રોડ્સ એ કરી હતી.

(6:44 pm IST)