મુખ્ય સમાચાર
News of Saturday, 28th November 2020

હવે વાહનોના રજીસ્ટ્રેશનમાં સામેલ થશે વારસદારનું નામ : કેન્દ્ર સરકાર મોટર વાહન નિયમોમાં કરશે ફેરફાર

વારસનું નામ બાદમાં ઓનલાઈન પણ જોડવાનો વિકલ્પ મળશે

નવી દિલ્હી : વાહનોના માલિકી હકને ટ્રાંસફર કરવાની પ્રક્રિયાને સરળ બનાવવા માટે કેન્દ્રીય સડક પરિવહન મંત્રાલય મોટુ પગલુ ભરવા જઈ રહ્યુ છે. મંત્રાલયે તેના માટે કેન્દ્રીય મોટર વાહન નિયમો-1989માં ફેરફાર કરશે.

આ નવા ફેરફાર બાદ વાહનના રજીસ્ટ્રેશન સર્ટિફિકેટમાં વાહનના માલિકને વારસ પસંદ કરવાની સુવિધા આપવામાં આવશે, મંત્રાલયે તેના માટે ડ્રાફ્ટ નોટિફિકેશન જાહેર કર્યુ છે. કેન્દ્રીય સડક પરિવહન મંત્રાલય તરફથી જાહેર કરાયેલા ડ્રાફ્ટ મુજબ જોઈએ  વાહન રજીસ્ટ્રેશન સમયે વારસનું નામ નોંધાવાની સુવિધા પણ આપવામાં આવી છે.

આ ઉપરાંત વારસનું નામ બાદમાં ઓનલાઈન પણ જોડવાનો વિકલ્પ મળશે. મંત્રાલય તરફથી ઓલા, ઉબર જેવી કૈબ કંપનીઓ માટે પણ રાજ્ય સરકારોને હવે પાવર આપ્યો છે. જેમાં પહેલી વાર એગ્રીગેટરને સામેલ કરવામાં આવ્યુ છે, જે અંતર્ગત કૈબના ભાડા હવે રાજ્ય સરકારો નક્કી કરશે.

(9:57 pm IST)