News of Tuesday, 29th September 2020
ભારતમાં હુમલાની યોજના બનાવી રહેલ અલ-કાયદાના ૧૦મા આતંકીની પશ્ચિમ બંગાળથી ધરપકડઃ એનઆઇએ
રાષ્ટ્રીય તપાસ એજન્સી (એનઆઇએ)એ આતંકી સંગઠન અલ-કાયદાના સંદિગ્ધ આતંકી સમીમ અંસારીની પશ્ચિમ બંગાળથી ધરપકડ કરી છે. એનઆઇએ ૧૯ સપ્ટેમ્બરના પણ અલકાયદાથી જોડાયેલ ૯ લોકોને પકડયા હતા અને સમીમ ૧૦મો સભ્ય છે. એજન્સીના મુતાબિક આ લોકોની દિલ્લી-એનસીઆર-કોચ્ચી અને મુંબઇમાં હુમલા કરવાની યોજના હતી.
(12:00 am IST)