મુખ્ય સમાચાર
News of Monday, 28th September 2020

અફઘાનિસ્તાનમાં લઘુમતીઓ પર આતંકી અને કટ્ટરવાદીઓના અત્યાચાર: દેશ છોડવા મજબુર

શીખો અને હિંદુઓ તેમજ અન્ય લઘુમતી સમુદાયના લોકોનો ભારતમાં શરણ લેવા પ્રયાસ

 

કાબુલ :અફઘાનિસ્તાનમાં રહેતા હિંદુ, શીખ સહિતના લઘુમતીઓ પર આતંકીઓ અને કટ્ટરવાદીઓનો અત્યાચાર વધી રહ્યો છે એક રિપોર્ટ અનુસાર આતંકી સંગઠન આઇએસની ધમકીઓ અને વધતા અત્યાચારોને પગલે હવે અફઘાનિસ્તાનના લઘુમતીઓ હિજરત કરવા મજબુર છે અને દેશ છોડી રહ્યા છે.

અફઘાનિસ્તાનમાં લઘુમતીઓની હિજરતનું પ્રમાણ ઘણા સમયથી વધવા લાગ્યું છે. ખાસ કરીને અહીં લઘુમતીઓમાં હિંદુઓ અને શીખોની સંખ્યા વધુ છે. બીજી તરફ તાલિબાનની સાથે આતંકી સંગઠન આઇએસનું પ્રમાણ અફઘાનિસ્તાનમાં વધવા લાગ્યું છે.અહીંના એક શીખ સંગઠનના નેતાએ નામ આપવાની શરતે મીડિયાને જણાવ્યું હતું કે હાલ જે સિૃથતિ અફઘાનિસ્તાનમાં છે તે જોતા અમે વધુ સમય સુધી અહીં રહી શકીએ તેવી સિૃથતિમાં નથી.

વર્ષે માર્ચ મહિનામાં અહીંના એક ગુરૂદ્વારા પર આતંકીઓએ હુમલો કર્યો હતો જેમાં 25 શીખ માર્યા ગયા હતા. હુમલા બાદ પણ હિંદુઓ અને શીખોને ટાર્ગેટ બનાવવામાં આવી રહ્યા છે.

હાલ શીખો અને હિંદુઓ તેમજ અન્ય લઘુમતી સમુદાયના લોકો અફઘાનિસ્તાન છોડવા લાગ્યા છે અને તેઓ ભારતમાં શરણ લેવાના પ્રયાસો કરી રહ્યા છે. હાલ અફઘાનિસ્તાન સરકાર અને સુરક્ષાકર્મીઓ તરફથી પણ કોઇ ખાસ સુરક્ષા નથી મળી રહી અને હુમલા વધવા લાગ્યા છે તેની સામે મોટા પ્રમાણમાં લઘુમતીઓની હિજરત પણ વધી છે.

(12:21 am IST)