મુખ્ય સમાચાર
News of Tuesday, 29th September 2020

માતાનું દૂધ કોરોના વાયરસને કરી દે છે ખતમ

હ્યુમન સેલ્‍સ અને પ્રાણીઓમાં સેલ્‍સમાં માતામાં દૂધ ઉપર પરીક્ષણ કર્યું હતું : ચીનના રિસર્ચર્સની સ્‍ટડીમાં જાણવા મળ્‍યું

બીજીંગ,તા. ૨૯:  ચીનના રિસર્ચર્સની  એક સ્‍ટડીમાં જાણવા મળ્‍યું છે કે માતાના દૂધ મોટાભાગે કોરોના વાયરસને ખતમ કરી દે છે. આ પહેલા કેટલાક સ્‍વાસ્‍થ્‍ય અધિકારીઓએ ચેતવણી આપી હતી કે બ્રેસ્‍ટ ફિડિંગથી કોરોના વાયરસ ફેલાઈ શકે છે. પરંતુ વિશ્વ સ્‍વાસ્‍થ્‍ય સંગઠને કહ્યું હતું કે કોરોના પોઝિટિવ થનારી માતાઓએ બાળકોને દૂધ પીવડાવવાનું ચાલું રાખવું જોઈએ.

 scmp.comમાં છપાયેલા એક રિપોર્ટ પ્રમાણે બીજિંગના રિસર્ચર્સે સ્‍ટડી દરમિયાન હ્યુમન સેલ્‍સ અને પ્રાણીઓના સેલ્‍સમાં માતાના દૂધ ઉપર પરીક્ષણ કર્યું હતું. વિભિન્ન પ્રકારના સેલ્‍સ ઉપર પરીક્ષણ કર્યા બાદ જાણવા મળ્‍યું કે માતાના દૂધના કારણે મોટાભાગે વાયરસ મરી જાય છે

 બીજિંગ યુનિવર્સિટીના પ્રોફેસર ટોન્‍ગ યીગેંગે કહ્યું કે માતાનું દૂધ વાયરલ અટેચમેન્‍ટના બ્‍લોક કરી દે છે. રિસર્ચર્સની ટીમને biorxiv.org ઉપર શુક્રવારે આ સ્‍ટડી પ્રકાશિત કરવામાં આવી છે જેનું અત્‍યાર સુધી રિવ્‍યૂ કરવામાં આવ્‍યું નથી

 આ પહેલા જૂનમાં વિશ્વ સ્‍વાસ્‍થ્‍ય સંગઠનને વિભિન્ન દેશોની ૪૬ એવી મહિલાઓ ઉપર સ્‍ટડી કરવામાં આવી હતી. જે પોતાના બાળકોને દૂધ પીવડાવતી હતી. સ્‍ટડી દરમિયાન જાણવા મળ્‍યું હતું કે ત્રણ માતાના દૂધમાં વાયરલ જીન હાજર છે. પરંતુ એનાથી સંક્રમણના સબૂત મળ્‍યા નથી. માત્ર એક બાળકમાં કોરોનાનું સંક્રમણ મળ્‍યું હતું. પરંતુ આ વાતને નકારી ન શકાય કે તે બહારનાસ્ત્રોતથી સંક્રમિત થયો ન હોય.

 ચીની મીડિયાના રિપોર્ટ પ્રમાણે ફેબ્રુઆરીમાં વુહાનમાં કોરોના પોઝિટિવ થનારી અનેક મહિલાઓને બાળકોથી દૂર કરવામાં આવી હતી. નવજાતને માતાનું દૂધ આપવામાં આવ્‍યું ન હતું. અમેરિકીની પ્રમુખ સ્‍વાસ્‍થ્‍ય સંસ્‍થા સીડીસીએ પણ ચેતવણી આપી હતી કે કોરોના પોઝિટિવ માતા જો બાળકોને દૂધ પીવડાવશે તો તેનાથી સંક્રમિત થઈ શકે છે.

(10:46 am IST)