મુખ્ય સમાચાર
News of Wednesday, 30th September 2020

ભેદી વિસ્ફોટથી સમગ્ર પેરિસ ધણીધણી ઉઠ્યું: પોલીસના કહેવા મુજબ એર બેરિયર તૂટવાથી પ્રચંડ અવાજ સર્જાયેલો

પેરિસમાં આજે જોરદાર વિસ્ફોટ જેવો પ્રચંડ અવાજ સંભળાયો, લોકો ભયભીત થઈ ગયેલ. પોલીસના જણાવ્યા અનુસાર, પેરિસ અને તેના ઉપનગરોમાં લડાકુ વિમાન દ્વારા બેરિયર તૂટવાથી આ મોટો અવાજ સર્જાયો હતો.

જો કે, કેટલાક અહેવાલો અનુસાર, પેરિસમાં કોઈ વિસ્ફોટ થયો નથી, તેવું સમાચાર એજન્સીઓ દ્વારા જાહેર થયું છે. પોલીસના જણાવ્યા મુજબ, પેરિસમાં કોઈ બોમ્બમારો થયો નથી.

(5:22 pm IST)