મુખ્ય સમાચાર
News of Friday, 30th October 2020

માત્ર લગ્ન કરવા માટે ધર્મપરિવર્તન કરવું કાયદેસર નથી અલ્હાબાદ હાઈકોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો

આસ્થા વિના ધર્મ બદલવો તે સ્વીકાર્ય નથી :આવું કરવું ઇસ્લામની વિરુદ્ધ પણ છે.:મુસ્લિમમાંથી હિન્દુ બની લગ્ન કરનાર કરનાર અરજદારને રાહત આપવા ઇન્કાર

 

અલ્હાબાદ હાઈકોર્ટે ધર્મ પરિવર્તન અંગે એક મહત્વપૂર્ણ નિર્ણય આપ્યો છે. કોર્ટે કહ્યું કે ફક્ત લગ્ન માટે ધર્મપરિવર્તન કરવું કાયદેસર નથી. અદાલતે વિપરીત ધર્મના દંપતીની અરજી નામંજૂર કરી અરજદારોને સંબંધિત મેજિસ્ટ્રેટ સમક્ષ નિવેદન નોંધવાની મંજૂરી આપી હતી.

 અરજદારે પરિવારના સભ્યોને તેમના શાંતિપૂર્ણ વૈવાહિક જીવનમાં દખલ કરવા પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી હતી. કોર્ટે પરિણીત દંપતીની અરજીમાં દખલ કરવાનો ઇનકાર કર્યો હતો. કોર્ટે કહ્યું છે કે અરજ કરનારાઓમાં એક મુસ્લિમ છે અને બીજો હિન્દુ છે. છોકરીએ 29 જૂન 2020 ના રોજ હિન્દુ ધર્મ સ્વીકાર્યો અને એક મહિના પછી 31 જુલાઈએ લગ્ન કર્યા. કોર્ટે કહ્યું કે રેકોર્ડથી સ્પષ્ટ છે કે લગ્ન કરવા માટે ધર્મપરિવર્તન કરવામાં આવ્યું છે.

માટે, અલ્હાબાદ હાઈકોર્ટે નૂરજહાં બેગમ કેસના નિર્ણયનો હવાલો આપ્યો, જેમાં કોર્ટે કહ્યું છે કે લગ્ન માટે ધર્મ બદલવો તે સ્વીકાર્ય નથી. કિસ્સામાં હિન્દુ છોકરીએ તેમનો ધર્મ બદલ્યો અને મુસ્લિમ છોકરા સાથે લગ્ન કર્યા. સવાલ હતો કે શું કોઈ હિન્દુ છોકરી મુસ્લિમ છોકરા સાથે લગ્ન કરી શકે છે અને લગ્ન કાયદેસર હશે?

કોર્ટે કહ્યું કે ઇસ્લામ વિશે જાણ્યા વિના અને આસ્થા વિના ધર્મ બદલવો તે સ્વીકાર્ય નથી. કોર્ટે કહ્યું કે આવું કરવું ઇસ્લામની વિરુદ્ધ પણ છે. અદાલતે મુસ્લિમમાંથી હિન્દુ બની લગ્ન કરનાર કરનાર અરજદારને રાહત આપવાનો ઇનકાર કરી દીધો છે. અરજી પ્રિયાંશી ઉર્ફે સમરીન અને અન્ય વતી દાખલ કરવામાં આવી હતી. જસ્ટિસ એમસી ત્રિપાઠીની સિંગલ બેંચે મહત્વપૂર્ણ નિર્ણય આપ્યો છે.

(12:30 am IST)