Gujarati News

Gujarati News

News of Thursday, 1st October 2020

ચીનનું સૌથી મોટું ઉંબાળીયું : 1 હજાર કિલોમીટર લાંબી એવી દુનિયાની સૌથી મોટી સુરંગ બનાવી રહ્યું છે : ભારતની બ્રહ્મપુત્રા અને સિંધુ નદીના વહેણને ચીનના શિંજિયાંગ પ્રાંત તરફ વાળશે : ભારત ,પાકિસ્તાન ,અને બાંગ્લાદેશ ઉપર જળસંકટનો ખતરો

બેજિંગ : એક પછી એક ઉંબાળીયા ઉભા કરી પડોશી દેશોની ઊંઘ હરામ કરી રહેલા ચીને હવે સૌથી મોટું ઉંબાળીયું હાથ ઉપર લીધું છે.જે મુજબ તે 1 હજાર કિલોમીટર લાંબી એવી દુનિયાની સૌથી મોટી સુરંગ બનાવી રહ્યું છે . 11.7 અબજ ડોલરના ખર્ચે તૈયાર થનારી આ સુરંગ દ્વારા દુનિયાની મોટી ગણાતી નદીઓમાં સ્થાન ધરાવતી ભારતની બ્રહ્મપુત્રા અને સિંધુ નદીના વહેણને ચીનના શિંજિયાંગ  પ્રાંત તરફ વળશે.ત્યાં પાણીની તંગી હોવાથી 27 સરોવર બાંધી આ બંને નદીઓના વહેણ પોતાના દેશ તરફ વળી દેશે.
ચીનના આ મહા ખતરનાક પ્રોજેક્ટને કારણે ભારત ,પાકિસ્તાન ,તથા બાંગ્લાદેશને પાણી પૂરું પડતી બ્રહ્મપુત્રા અને સિંધુ નદીના વહેણ પોતાના દેશ તરફ વળી લેશે પરિણામે આ ત્રણે દેશો માટે જળસંકટ ઉભું થશે તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(12:39 pm IST)