Gujarati News

Gujarati News

News of Thursday, 1st October 2020

નેપાળના પ્રાઈમ મિનિસ્ટર કે.પી.શર્મા ઓલીનું નવું ગતકડું : નેપાળના ચિંતવન જિલ્લામાં અયોધ્યાધામ બનાવવાની પેરવીમાં : 40 એકર જેટલી વિશાળ જગ્યામાં અયોધ્યાધામ બનાવવાની તૈયારીઓ શરૂ

કાઠમંડુ : ચીનની કઠપૂતળી બની ગયેલા નેપાળના પ્રાઈમ મિનિસ્ટર કે.પી.શર્મા ઓલીએ ફરી પાછો અસલી અયોધ્યા નેપાળમાં હોવાનો રાગ આલાપ્યો છે.જે મુજબ તેઓ નેપાળના ચિંતવન જિલ્લામાં 40 એકર જેટલી વિશાળ જગ્યામાં અયોધ્યાધામનું નિર્માણ કરવાની તૈયારી કરી રહ્યા છે.જે માટે ચિંતવન જિલ્લામાં આવેલા માડી મુકામે  જમીન પણ સંપાદન કરી લેવાઈ છે.તેઓ આ સ્થળને ભગવાન રામનું જન્મસ્થાન ગણાવે છે.
માડીના મેયર ઠાકુર પ્રસાદે સમાચાર સૂત્રોને આપેલી માહિતી મુજબ 29 સપ્ટેમ્બરના રોજ મળેલી મિટિંગમાં આ ઠરાવ મંજુર કરાયો છે.અમારી પાસે 50 વિધા જેટલી ફાજલ જમીન છે.જેનો અમે ઉપયોગ કરી શકીએ છીએ.

(1:06 pm IST)
  • CAMSનું ર૩% પ્રીમીયમે લીસ્ટીંગઃ BSE પર રૂ. ૧પ૧૮ પર લીસ્ટીંગઃ ઇસ્યુ પ્રાઇસ રૂ. ૧ર૩૦ : બમ્પર લીસ્ટીંગઃ કેમકોનનું રૂ. ૭૩૦.૯પ ના ભાવે ૧૧પ% પ્રીમીયમે લીસ્ટીંગઃ ઇસ્યુ પ્રાઇસ રૂ. ૩૪૦: રોકણકારોને જલ્સા પડી ગયા access_time 11:33 am IST

  • મહારાષ્ટ્ર સરકાર મુંબઈમાં ૧૫ ઓકટોબરથી લોકલ ટ્રેનો ફરી શરૂ કરવા ગંભીરતાથી વિચારી રહ્યાનું ઉદ્ધવ ઠાકરેજીને ટાંકીને શિવસેનાના મુખપત્ર સામનાએ જણાવ્યુ છે access_time 5:57 pm IST

  • કાલે રજાના દિવસે પણ મગફળીનું રજીસ્ટ્રેશન થશે : એડી. કલેકટરશ્રીની પરિમલ પંડયાએ પત્રકારોને જણાવ્યું હતું કે આવતીકાલે ગાંધી જયંતિની જાહેર રજા છે, પરંતુ મગફળીનું રજીસ્ટ્રેશન યાર્ડ અને ગામડાના વીસીઇ કેન્દ્રો ઉપર ચાલુ રહેશેઃ રવિવારે રજી.માં રજા રહેશે access_time 3:42 pm IST