Gujarati News

Gujarati News

News of Thursday, 1st October 2020

ભારતની અદાલત હિન્દૂ વિચારધારા ઉપર ચાલી રહી છે : બાબરી ધ્વંસ કેસના તમામ આરોપીઓ નિર્દોષ છુટતા પાકિસ્તાનની પ્રતિક્રિયા

ઇસ્લામાબાદ : 28 વર્ષ સુધી ચાલેલા બાબરી ધ્વંસ કેસ મામલે સીબીઆઈ સ્પેશિઅલ કોર્ટે તમામ 32 આરોપીઓને નિર્દોષ ગણતો ચુકાદો આપતા પાકિસ્તાને આ ચુકાદાની નિંદા કરી છે.
પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે જણાવ્યા મુજબ ભારતની અદાલત હિન્દૂ વિચારધારા ઉપર ચાલી રહી છે.વિદેશ મંત્રાલયે બીજેપી તથા આર એસ એસ  ઉપર પણ નિશાન સાધ્યું છે.તથા જણાવ્યું છે કે આ લોકો આંતર રાષ્ટ્રીય કાયદાની પણ  અવગણના કરી હિન્દુત્વની વિચારધારાને મહત્વ આપી રહ્યા છે. તેમજ ચુકાદામાં સાક્ષીઓએ આપેલા નિવેદનોની પણ અવગણના  કરાઈ છે.તેમ જણાવ્યું હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(1:47 pm IST)
  • નાની બચતના રોકાણકારો આનંદો : ઓક્ટોબરથી ડિસેમ્બર માસ સુધીના ત્રિમાસિક ગાળા માટે વ્યાજદરમાં કોઈ ઘટાડો નહીં : પીપીએફ ઉપર 7.1 ટકા ,એનએસસી ઉપર 6.8 ,તથા સુકન્યા સમૃદ્ધિ યોજના ઉપર 7.6 ટકા વ્યાજ યથાવત access_time 12:03 pm IST

  • કૃષ્ણ જન્મભૂમિ કેસ : મથુરાની અદાલતે અરજી દાખલ કરવાની માંગણી ફગાવી દીધી : અદાલતે પ્લેઈઝ ઓફ વર્શીપ એકટની જોગવાઈઓ દર્શાવી access_time 5:58 pm IST

  • દેશમાં કોરોનાનો કહેર યથાવત : રાત્રે 12 વાગ્યા સુધીમાં નવા 81,693 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 63,91,860 થઇ :હાલમાં 9,42,585 એક્ટિવ કેસ :વધુ 78,646 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 53,48,653 રિકવર થયા :વધુ 1096 દર્દીઓના મોત સાથે મૃત્યુઆંક 99,804 થયો access_time 1:03 am IST