Gujarati News

Gujarati News

News of Thursday, 1st October 2020

કેનેડાએ આંતર રાષ્ટ્રીય મુસાફરી ઉપરનો પ્રતિબંધ 31 ઓક્ટો.સુધી લંબાવ્યો : પ્રતિબંધનો ભંગ કરનારને 5 લાખ 37 હજાર ડોલરનો દંડ અને 6 માસની જેલસજા : પબ્લિક સેફટી મિનિસ્ટરે કરેલી ઘોષણાં

ઓટાવા : કેનેડાએ આંતર રાષ્ટ્રીય મુસાફરી ઉપરનો પ્રતિબંધ 31 ઓક્ટોબર સુધી લંબાવ્યો છે.કોવિદ-19 સંજોગોને કારણે યુ.એસ.સિવાયના રાષ્ટ્રોના લોકોને કેનેડામાં આવવા ઉપર 25 માર્ચના રોજ  પ્રતિબંધ મુકાયો હતો તે ઓક્ટો.31 સુધી લંબાવાયાની ઘોષણાં પબ્લિક સેફટી મિનિસ્ટર  દ્વારા કરવામાં આવી છે.
જોકે એમાં વિદેશી રાજદૂતો , અમેરિકાના અમુક વતનીઓ , ટૂંકી મુદતના વિદેશી કામદારો ,તેમજ ફેડરલ સરકારે મંજૂરી આપેલા લોકોને બાકાત રાખવામાં આવ્યા છે.
આ પ્રતિબંધનો ભંગ કરનારને 5 લાખ 37 હજાર ડોલરનો દંડ થઇ શકે છે.તથા 6 માસ સુધીની જેલસજા થઇ શકે છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(6:12 pm IST)