Gujarati News

Gujarati News

News of Monday, 30th November 2020

અમેરિકાના વિસ્કોસીનમાં મતોની ફેરગણત્રી કરાઈ : જો બીડને ડોનાલ્ડ ટ્રમ્પ ઉપર 20600 મતોની સરસાઈ મેળવી : ટ્રમ્પ ચૂંટણી કમપેનના પ્રવક્તા મહિલાના મંતવ્ય મુજબ ગેરકાયદે વોટિંગ મામલે અમારી લડત ચાલુ રહેશે

વિસ્કોસીન : અમેરિકામાં 3 નવેમ્બરના રોજ યોજાઈ ગયેલી પ્રેસિડન્ટ પદની ચૂંટણીમાં ડેમોક્રેટ પાર્ટીના ઉમેદવાર જો બિડન વિજેતા થયા હોવા છતાં વર્તમાન પ્રેસિડન્ટ રિપબ્લિકન ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પએ પરાજય સ્વીકારવાનો ઇન્કાર કર્યો છે.

ટ્રમ્પ ચૂંટણી અભિયાનના પ્રવક્તાઓના જણાવ્યા મુજબ ચૂંટણીમાં ગેરરીતિઓ થઇ છે.જેઓ અમેરિકાના નાગરિક ન હોય તેવા લોકોએ પણ મતો આપ્યા છે.મૃતકોના નામે પણ મતો અપાયા છે.મતોની ગણતરી સમયે સિગ્નેચર વેરિફિકેશન મેન્યુઅલ થવું જોઈએ તેને બદલે મશીન દ્વારા કરાયું છે.

આ દરમિયાન વિસ્કોસીનમાં મતોની ફેર ગણતરી કરાઈ હતી.પરંતુ તેમાં પણ જો બિડન 20600 મતોથી વિજેતા થયા છે.તેમછતાં ટ્રમ્પ ચૂંટણી કમપેનના પ્રવક્તા મહિલાના મંતવ્ય મુજબ ગેરકાયદે વોટિંગ મામલે અમારી લડત ચાલુ રહેશે તેવું ધ ટ્રિબ્યુન દ્વારા જાણવા મળે છે.

(8:07 pm IST)