Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd December 2020

પાકિસ્તાનથી ભારત આવી અજમેરમાં સ્થાયી થયેલા 8 હિંદુઓને ભારતનું નાગરિકત્વ અપાયું : છેલ્લા 15 વર્ષથી આશ્રિત તરીકે જીવન ગુજારતા હતા : નવા કાયદા મુજબ નાગરિકત્વ મળતા ખુશખુશાલ

અજમેર : પાકિસ્તાનમાં લઘુમતી હિન્દૂ કોમ ઉપર થઇ રહેલા અત્યાચારોથી તંગ આવી ભારતમાં સ્થાયી થયેલા લોકો પૈકી 8 હિંદુઓને ભારતનું નાગરિકત્વ અપાયું હતું .તેઓ છેલ્લા 15 વર્ષ ઉપરાંત સમયથી આશ્રિત તરીકે જીવન ગુજારી રહ્યા હતા. નાગરિકત્વના અભાવે તેઓ ઘણા લાભોથી વંચિત રહેતા હતા.બાળકોના સ્કૂલ અભ્યાસ માટે એડમિશન મેળવવામાં પણ મુશ્કેલી ઉભી થતી હતી.

પાકિસ્તાનના કરાંચીમાં હિન્દુઓની પરિસ્થિતિ વધુ કથળતા તેઓ ભારત આવી વસ્યા હતા.આ સંજોગોમાં નવા કાયદાને કારણે તેમને નાગરિકત્વ મંજુર કરાતા તેઓ ખુશખુશાલ થઇ ગયા હતા. તથા  અધિકારીઓ સહીત સહુને મીઠા મોઢા કરાવ્યા હતા. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(11:54 am IST)