Gujarati News

Gujarati News

News of Monday, 5th October 2020

કૂતરાની સૂંઘવાની પ્રબળ શક્તિનો વૈજ્ઞાનિક ઉપયોગ : પરસેવો સૂંઘીને કોરોના વાઇરસ પોઝિટિવ છે કે કેમ તે દર્શાવી દેશે : આ માટે યુ.એ.ઈ.ફ્રાન્સ.બ્રાઝીલ ,તથા ઓસ્ટ્રેલિયા જેવા દેશોમાં ટ્રેનિંગ આપવાનું શરૂ : એરપોર્ટ ,સ્ટેટ બોર્ડર ,સહિતના સ્થળે જર્મન શેફર્ડ સહિતની જુદી જુદી ઓલાદના ડોગ જોવા મળે તો નવાઈ નહીં પામતા

યુ.એ.ઈ. : આંતર રાષ્ટ્રીય  સંશોધકોની ટીમએ કોરોના પોઝિટિવ લોકોના પરસેવાના નમૂના કૂતરાને સૂંઘાડી જે તે વ્યક્તિને કોરોના છે કે કેમ તેની ટ્રેનિંગ આપવાનું શરૂ કર્યું છે.જેમાં મોટા ભાગે સો ટકા સફળતા મળી રહી છે. કૂતરાની સૂંઘવાની પ્રબળ શક્તિને કારણે હાલના સંજોગોમાં તે હવે માણસ ઉપરાંત  સાયન્સનો પણ મિત્ર બની રહ્યો છે.
ફ્રાન્સની નેશનલ વેટરનરી સ્કૂલ દ્વારા માર્ચ મહિનાથી ડોગને અપ્રકારની ટ્રેનિંગ આપવાનું શરૂ થઇ ગયું છે.જ્યાં ટ્રેનિંગ મેળવેલા ડોગ વ્યક્તિના પરસેવાની સુગંધના આધારે તેને કોરોના પોઝિટિવ છે કે નેગેટિવ તે દર્શાવી શકે છે.
ડોગને આ પ્રકારની ટ્રેનિંગ આપવાનું કામ યુ.એ.ઈ. ,ચિલી ,આર્જેન્ટિના ,બ્રાઝીલ,તથા બેલ્જીયમમાં શરૂ થઇ ગયું છે.
યુ.એ.ઈ.માં ટ્રેનિંગ પામેલા ડોગને જુદા જુદા એરપોર્ટ ઉપર મૂકી પેસેન્જરને કોરોના વાઇરસ છે કે કેમ તેની ચકાસણી કરવામાં આવી રહી છે.આગળ જતા ઓસ્ટ્રેલિયામાં પણ આપ્રયોગ અજમાવશે.
આ તાલીમ પામેલા કુતરાઓ દ્વારા દર્શાવાયેલા નિદાનના આધારે વ્યક્તિનો કોરોના ટેસ્ટ કરાવવાની સમજૂતી મળી જશે.
ઓસ્ટ્રેલિયામાં પણ આ જાતની ટ્રેનિંગ આપવાનું શરૂ થઇ ગયું છે.જેમાં મોટા ભાગે જર્મન શેફર્ડ અથવા બીજી ઓલાદના ડોગનો પણ સમાવેશ થાય છે.આ કુતરાઓ એરપોર્ટ ,સ્ટેટ બોર્ડર્સ,તેમજ વૃદ્ધાશ્રમમાં સેવાઓ આપતા સ્ટાફને કોરોના પોઝિટિવ છે કે કેમ તે દર્શાવી આપે છે. જેથી તેઓનો  વારંવાર કોવિદ ટેસ્ટ કરાવવો ન પડે તે તેવું ધ પ્રિન્ટ દ્વારા જાણવા મળે છે.

(6:12 pm IST)