Gujarati News

Gujarati News

News of Monday, 5th October 2020

યુ.એસ.ના શિકાગોમાં AAPI નું મીની અધિવેશન યોજાયું : 2019-2020 ની સાલમાં વિશેષ યોગદાન આપનાર વોલન્ટિયર્સનું બહુમાન કરાયું : ચીફ ગેસ્ટ તરીકે ભારતના વાઇસ પ્રેસિડન્ટ શ્રી વેંકૈયા નાયડુએ વર્ચ્યુઅલ ઉદબોધન કર્યું : માતૃભૂમિ ભારત અને કર્મભૂમિ અમેરિકા માટે આરોગ્ય સેવાઓ આપનારાઓને બિરદાવ્યા

શિકાગો : તાજેતરમાં યુ.એસ.ના શિકાગોમાં 26 સપ્ટે.2020 ના રોજ ' અમેરિકન એશોશિએશન ઓફ ફિઝીશીઅનશ ઓફ ઇન્ડિયન ઓરિજીન ( AAPI  )  નું મીની અધિવેશન યોજાઈ ગયું.જેમાં કોવિદ-19 મહામારી વચ્ચે પણ હાજરી આપનારા મેમ્બર્સને AAPI  પ્રેસિડન્ટ ડો.સુધાકર જોનાલાગડ્ડાએ બિરદાવ્યા હતા.

આ તકે ચીફ ગેસ્ટ તરીકે આમંત્રિત કરાયેલા ભારતના વાઇસ પ્રેસિડન્ટ શ્રી  વેંકૈયા નાયડુએ વર્ચ્યુઅલ ઉદબોધન દ્વારા ઓર્ગેનાઇઝેશન દ્વારા માતૃભૂમિ ભારત તથા કર્મભૂમિ અમેરિકા માટે આરોગ્ય સેવાઓ આપવા બદલ આનંદ વ્યક્ત કર્યો હતો.તથા વર્તમાન મહામારીમાં અદ્યતન સંશોધનોનો દેશબાંધવો ઉપરાંત સમગ્ર વિશ્વને  લાભ મળે તે માટે અનુરોધ કર્યો હતો.તેમજ ભારતીય તબીબોને પણ ઓર્ગેનાઇઝેશન સાથે સહયોગ સાધવા અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે કોફી ટેબલ બુકનું વિતરણ કરાયું હતું. મીની અધિવેશનમાં ઇન્ડિયન અમેરિકન કોંગ્રેસમેન રાજા કૃષ્ણમુર્થીએ ઓર્ગેનાઈઝેશનને ' બેસ્ટ ઓફ અમેરિકા ' તરીકે બિરદાવ્યું હતું. એમ્બેસેડર શ્રી અમીતકુમારે કોવિદ - 19 સંજોગો વચ્ચે મેમ્બર્સ દ્વારા આપવામાં આવેલી સેવાઓને બિરદાવી હતી.તેવું યુ.એન.એન.દ્વારા જાણવા મળે છે.

(8:56 pm IST)