Gujarati News

Gujarati News

News of Tuesday, 6th October 2020

અમેરિકાના ટેક્સાસની 17 વર્ષીય યુવતી દુનિયામાં સૌથી લાંબા પગ ધરાવતી મહિલા બની : ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં નામ નોંધાયું : 6 ફૂટ 10 ઇંચની ઉંચાઈ ધરાવતી મૈકા કયુરિનના પગની લંબાઈ દોઢ મીટર : કુલ ઊંચાઈના 60 ટકા જેટલો ભાગ પગની ઉંચાઈ

ટેક્સાસ : અમેરિકાના ટેક્સાસની 17 વર્ષીય યુવતી મૈકા કયુરિન દુનિયામાં સૌથી વધુ લાંબા પગ ધરાવતી મહિલા બની છે.તેનું નામ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં નોંધાયું છે.તેની ઊંચાઈ 6 ફૂટ 10 ઇંચ છે.જેમાં 60 ટકા ભાગ પગની લંબાઈ ધરાવે છે.તેના ડાબા પગની લંબાઈ 53.255 ઇંચ છે.જયારે જમણા પગની લંબાઈ 52.874 ઇંચ છે.તેના પરિવારમાં દરેક વ્યક્તિ પૂરતી ઊંચાઈ ધરાવે છે.
આ અગાઉ આ રેકોર્ડ રશિયન મહિલા મોડલના નામે હતો.જેની ઊંચાઈ 6.877 ઇંચ    છે.તથા ડાબા પગની લંબાઈ 132.8 સે.મી.તથા જમણા પગની લંબાઈ 132.2 સે.મી.જોવા મળી હતી તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(6:45 pm IST)