Gujarati News

Gujarati News

News of Sunday, 7th March 2021

અમેરિકામાં ગુજરાતી દંપતી પર ફાયરીંગ થતા પત્‍નિનું કરૂણ મોત

અમેરિકાના મેરીલેન્‍ડમાં મુળ સુરતના રહીશ દંપતિ પર લૂંટના ઇરાદે ફાયરીંગ કર્યુ હતું

ન્યૂજર્સી: અમેરિકામાં લૂંટના ઈરાદે ગુજરાતીઓ પર હુમલો અને ગોળી મારીને હત્યા કરવાની ઘટનાઓ અવારનવાર સામે આવતી રહે છે, ત્યારે આજે વધુ એક સુરતના દંપતી પર લૂંટના ઈરાદે ફાયરિંગની ઘટના સામે આવી છે. અમેરિકાના મેરિલેન્ડમાં સ્થાઈ થયેલા ગુજરાતી દંપતી પર ફાયરિંગમાં પત્નીનું મોત નીપજ્યું છે, જ્યારે પતિને ગંભીર હાલતમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.

 

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, મૂળ સુરતના ભરથાણાનો કણબી પટેલ પરિવાર છેલ્લા 20 વર્ષથી અમેરિકામાં સ્થાઈ થયો છે. અહીંના મેરીલેન્ડમાં તેઓ મોટેલના બિઝનેશ સાથે સંકળાયેલા છે. શુક્રવારે દિલીપ અને તેમના પત્ની ઉષા પટેલ પોતાની હોટલ પર હતા. આ દરમિયાન કેટલાક અજાણ્યા શખ્સો અચાનક હોટલમાં ઘૂસી આવ્યા હતા અને લૂંટના ઈરાદે દંપતિ પર ફાયરિંગ કરીને ફરાર થઈ ગયા હતા. 

હુમલા બાદ ઈજાગ્રસ્ત દંપતીને તાત્કાલીક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ઉષાબેનનું મોત નીપજ્યું હતુ, જ્યારે દિલીપભાઈની સારવાર ચાલી રહી છે. આ અંગેની જાણ થતાં સુરતમાં રહેતા તેમના પરિવારમાં ગમગીની છવાઈ ગઈ છે.

(1:28 pm IST)
  • સંઘ પ્રદેશના દમણમાં આજે રવિવારે એકી સાથે 9 જેટલા કોરોનાનાં પોઝિટિવ કેસ સામે આવતા આરોગ્ય વિભાગ દોડતું થયું access_time 11:31 pm IST

  • મહારાષ્ટ્રમાં કોરોનાની સ્થિતિ વણસ્તા 11 માર્ચથી 4 એપ્રિલ સુધી મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં આંશિક લોકડાઉન કરવામાં આવશે. રોજિંદુ જીવન સવારે 6 વાગ્યાથી રાત્રે 9 વાગ્યા સુધી સામાન્ય રહેશે. પરંતુ અઠવાડિયાના છેલ્લા બે દિવસ શનિવાર અને રવિવારે સંપૂર્ણ લોકડાઉન લાદવામાં આવશે તેમ જાણવા મળે છે. access_time 11:36 pm IST

  • સંભવત: અક્ષય કુમાર અને મિથુન દા બન્ને આવતીકાલે પીએમ મોદી સાથે બ્રિગેડ ગ્રાઉન્ડ, વેસ્ટબંગાળ ખાતે યોજાયેલ જંગી જાહેરસભામાં ભાગ લેશે તેમ સૂત્રોમાંથી જાણવા મળે છે. access_time 9:07 pm IST