Gujarati News

Gujarati News

News of Wednesday, 7th October 2020

નેપાળનો નવો નકશો બનાવી નાખવાથી કામ નહીં સરે : ભારત સાથે મંત્રણા જ એકમાત્ર વિકલ્પ : નેપાળ સીમા બાબતે રચાયેલી 9 નિષ્ણાતોની નેપાળી કમિટીની પ્રાઈમ મિનિસ્ટર કે.પી.શર્મા ઓલીને સલાહ

કાઠમંડુ : ભારત નેપાળ બોર્ડર ઉપર આવેલા કાલાપાની ,લિપુલેખ ,અને લિપિયાધુરા પોતાના વિસ્તારોમાં દર્શાવતો અધિકૃત નકશો ભારતના વિરોધ વચ્ચે પણ  નેપાળ સંસદમાં પસાર કરાવી દીધા બાદ આ અંગેના ચોક્કસ આધાર પુરાવાઓ તૈયાર કરવા નેપાળ સરકારે 9 વિશેષજ્ઞોની કમિટી બનાવી છે.
આ કમિટીએ તૈયાર કરેલા અહેવાલમાં પ્રાઈમ મિનિસ્ટર કે.પી.શર્માને આપેલી સલાહ મુજબ આ વિસ્તારો ભારત માટે ચીનના સંઘર્ષ વિરુદ્ધ મહત્વના છે.તેથી તે આ બાબતે બાંધછોડ નહીં કરે.તેથી આ વિસ્તારોના સીમાંકન બાબતે ભારત સાથે મંત્રણા જ એકમાત્ર વિકલ્પ છે.
ઉલ્લેખનીય છે કે ચીનના દબાવમાં આવી ગયેલા નેપાળે ચાઇનીસ રાજદૂતની સલાહ મુજબ નવો નકશો તૈયાર કરાવ્યો છે.જે અંગે ભારત અને નેપાળ વચ્ચે વિવાદ ચાલુ છે.તથા વર્તમાન કોવિદ -19 સંજોગોમાં રૂબરૂ મંત્રણા કરવાનો ભારતે ઇન્કાર કરી દીધો છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(12:09 pm IST)