Gujarati News

Gujarati News

News of Thursday, 8th October 2020

દુબઈમાં 4 પાકિસ્તાની સહીત 7 શખ્સોએ ભારતીય યુવાનને લમધારી નાખ્યો : ગેરકાયદે દારૂ વેંચતા હોવાની માહિતી આપી દીધાની શંકા : દુબઈની અદાલતે સાતે શખ્સોને 1 માસની જેલસજા ફરમાવી

દુબઇ : દુબઈમાં ગેરકાયદે શરાબનો ધંધો કરનારા 4 પાકિસ્તાની સહીત 7 વ્યક્તિઓએ એક ભારતીય મૂળના યુવાન ઉપર હુમલો કરી તેની પાસે રહેલા 1500   દીનારની લૂંટ ચલાવી હતી.
આ યુવાનનો વાંક એ હતો કે તેણે દુબઇ પોલીસને આ ગેરકાયદે ધંધાની જાણ કરી દીધી હતી.તેવી આ શખસોને શંકા જતા તેમણે યુવાનને લાકડીઓથી ફ્રટકારી તેની પાસે રહેલી રકમ પણ છીનવી લીધી હતી.પોલીસ ફરિયાદ થતા દુબઈની અદાલતે સાતે શખ્સોને 1 માસની જેલસજા ફરમાવી છે.
આ સાત શખ્સોમાં 4 પાકિસ્તાની ,2 બંગાળી ,તથા 1 ભારતીય મૂળનો છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(6:27 pm IST)