Gujarati News

Gujarati News

News of Thursday, 10th September 2020

યુ.એસ.માં 2016 ની સાલમાં યોજાઈ ગયેલી પ્રેસિડન્ટ પદની ચૂંટણીમાં અમેરિકન નાગરિક તરીકે મતદાન કર્યું : હકીકતમાં મલેશિયાથી આવેલ ભારતીય મૂળનો નાગરિક હતો : નોર્થ કેરોલિના મિડલ ડીસ્ટ્રીકટ કોર્ટમાં બૈજુ થોમસે સહીત 12 વ્યક્તિઓ ઉપર કોર્ટ કેસ : જો આરોપ પુરવાર થશે તો એક વર્ષની જેલ અને 1 લાખ ડોલરનો દંડ થશે

યુ.એસ.માં  2016 ની સાલમાં થયેલી પ્રેસિડન્ટ પદની ચૂંટણીમાં મલેશિયાથી આવેલા ભારતીય મૂળના નાગરિક 58 વર્ષીય બૈજુ પોતકુલથ થોમસે ઉપર અમેરિકન નાગરિક તરીકે મતદાન કરવાનો આરોપ મુકાયો છે.નોર્થ કેરોલિના મિડલ ડીસ્ટ્રીકટ કોર્ટમાં બૈજુ તથા અન્ય 11 વ્યક્તિઓ ઉપર આવો આરોપ લગાવાયો છે.
અમેરિકન નાગરિક ન હોવા છતાં તેના મતદાર તરીકે દર્શાવી ખોટા મત આપવાનો આરોપ જો આ 12 વ્યક્તિઓ ઉપર પુરવાર થાય તો તેઓને 1 લાખ ડોલરનો દંડ અને એક વર્ષની જેલ સજા થઇ શકે છે.
            ઉલ્લેખનીય છે કે અમેરિકાના નાગરિક ન હોય તેવા લોકો અમેરિકાની ચૂંટણીઓમાં  મતદાન કરી શકતા નથી.

(6:55 pm IST)