Gujarati News

Gujarati News

News of Friday, 11th September 2020

ડબલ નાગરિકત્વ ધરાવતા લોકોની ઇમરાનખાને પ્રશંસા કરી : આ નાગરિકો સાર્વજનિક પદ કે મંત્રી પદ સંભાળે તેમાં લોકોને વાંધો શું છે ? : પ્રવાસી પાકિસ્તાની દેશની સંપત્તિ છે :' રોશન પાકિસ્તાન ડિજિટલ એકાઉન્ટ ' ના લોન્ચિંગ પ્રસંગે ઉદબોધન

ઇસ્લામાબાદ : પાકિસ્તાનના પ્રાઈમ મિનિસ્ટર ઇમરાનખાને આજરોજ ડબલ નાગરિકત્વ ધરાવતા લોકોની પ્રશંસા કરી હતી.તેમણે જણાવ્યું હતું કે આ લોકો દેશની સંપત્તિ છે. તેઓ તેમના જ્ઞાન અને કૌશલ્યનો લાભ આપી રહ્યા હોવાથી  સાર્વજનિક પદ કે મંત્રી પદ સંભાળે તેમાં લોકોને વાંધો શું છે ?
ખાને ડિજિટલ બેન્કિંગ સુવિધા ' રોશન પાકિસ્તાન ડિજિટલ એકાઉન્ટ ' ના લોન્ચિંગ વખતે ઉપરોક્ત નિવેદન કર્યું હતું .
તેમણે ઉમેર્યું હતું કે પ્રવાસી પાકિસ્તાનીઓને આ ડિજિટલ બેન્કિંગના માધ્યમથી વિદેશો સાથે નાણાંનું હસ્તાંતર ,બિલ પેમેન્ટ ,સહિતની સુવિધાઓ પ્રાપ્ત થશે.દેશનું બુદ્ધિધન વિદેશમાં વસી રહ્યું છે તેને વતનમાં લાવવા માટે અનુકૂળ માહોલ સર્જવાનું કામ આપણું છે.

(7:45 pm IST)