Gujarati News

Gujarati News

News of Friday, 11th September 2020

યુ.કે.ની યુનિવર્સીટીઓ ખુલવાની તૈયારી : કોવિદ -19 ના નિયમોનું પાલન કરાશે : કેમ્પસમાં 6 થી વધુ સ્ટુડન્ટ્સ એક સાથે ભેગા નહીં થઇ શકે : એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ દ્વારા મંજૂરી

લંડન : યુ.કે.માં કોવિદ -19 ના કારણે બંધ પડેલી યુનિવર્સીટીઓ ચાલુ ટર્મથી શરૂ કરવા એજ્યુકેશન ડિપાર્ટમેન્ટે મંજૂરી આપી છે.જેમાં જણાવાયા મુજબ કોરોના વાઇરસથી બચવા માટે તમામ સ્ટુડન્ટ્સે કોવિદ -19 ના નિયમોનું ચુસ્ત પાલન કરવાનું રહેશે જે સ્ટુડન્ટ્સના પોતાના તથા તેના પરિવારના હિતમાં છે.
કેમ્પસમાં 6 કરતા વધુ સ્ટુડન્ટ્સ એકસાથે ભેગા થઇ શકશે નહીં તેવા નિયમ સાથે દેશની તમામ યુનિવર્સીટીઓ ફરીથી શરૂ કરવા મંજૂરી આપવામાં આવી  છે.
સપ્ટેમ્બર મહિનાથી શરૂ થતી નવી ટર્મની શરૂઆત નવા એટલેકે ફ્રેશ સ્ટુડન્ટ્સ માટે હશે. જેઓ પરસ્પર પરિચય તથા મેળાપ કરી શકશે . કોરોના વાઇરસના લક્ષણ ધરાવતા સ્ટુડન્ટ્સે જાતે જ 14 દિવસ માટે સેલ્ફ ક્વોરેન્ટાઇન થવાનું રહેશે તેવી સૂચના આપી હોવાનું હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(7:46 pm IST)