Gujarati News

Gujarati News

News of Friday, 11th September 2020

ન્યુયોર્કમાં 11 સપ્ટેમ્બર 2001 ના રોજ થયેલા આતંકી હુમલાના મૃતકોને ટ્રમ્પ અને બિડનની શ્રદ્ધાંજલિ : પ્રેસિડન્ટ પદના ડેમોક્રેટ ઉમેદવાર જો બીડને સ્થળની રૂબરૂ મુલાકાત લેવાનું નક્કી કર્યું : ડોનાલ્ડ ટ્રમ્પ વતી વાઇસ પ્રેસિડન્ટ માઈક પેન્સ હાજર રહેશે

ન્યુયોર્ક : આજથી 19 વર્ષ પહેલા ન્યુયોર્કમાં આવેલા વર્લ્ડ ટ્રેડ સેન્ટર ઉપર અલ કાયદાના સમર્થકોએ આતંકી હુમલો કર્યો હતો.જેના પરિણામે દેશ વિદેશોના મળી 3 હજાર જેટલા નાગરિકો મૃત્યુ પામ્યા હતા.આ દુઃખદ ઘટનાની 19 વરસીએ મૃતકના પરિવારોને સાંત્વના આપવા તથા મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા અમેરિકાના પ્રેસિડન્ટ પદના ડેમોક્રેટ ઉમેદવાર જો બીડને સ્થળની મુલાકાત લેશે .તથા વર્તમાન રિપબ્લિકન પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ હાજર રહી શકે તેમ ન હોવાથી વાઇસ પ્રેસિડન્ટ માઈક પેન્સ  હાજરી આપશે તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.
            ઉલ્લેખનીય છે કે અમેરિકામાં 3 નવેમ્બરના રોજ પ્રેસિડન્ટ પદની ચૂંટણી છે.જેને ધ્યાને લઇ બંને પાર્ટીના હરીફ ઉમેદવારો વર્લ્ડ ટ્રેડ સેન્ટરના મૃતકોના પરિવારોની લાગણી જીતવા કોશિષ કરી રહ્યા હોવાનું અનુમાન થઇ રહ્યું છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(8:08 pm IST)