Gujarati News

Gujarati News

News of Friday, 11th September 2020

રશિયામાં 1 સપ્ટેમ્બરથી સ્કૂલો શરૂ : માર્ચ માસથી ઓનલાઇન અભ્યાસ કરી રહેલા સ્ટુડન્ટ્સ હવે સ્કૂલે જઇ અભ્યાસ કરવા લાગ્યા : સમય પત્રક મુજબ મર્યાદિત સંખ્યામાં સ્ટુડન્ટ્સને બોલાવવાનું અને દરેકના ટેમ્પરેચર દરરોજ ચેક કરવાનું આયોજન

મોસ્કો : કોવિદ -19 ના કહેરને કારણે  માર્ચ માસની આખરથી ઓનલાઇન અભ્યાસ કરી રહેલા સ્ટુડન્ટ્સ માટે રશિયામાં હવે ફરીથી સ્કૂલો ખુલ્લી મુકવામાં આવી છે.
જોકે સ્કૂલ સમય દરમિયાન કોવિદ -19 ના નિયમોનું ચુસ્ત પણે પાલન કરવાનું ફરજીયાત કરાયું છે.દરરોજ દરેક સ્ટુડન્ટ્સનું ટેમ્પરેચર ચેક કરાશે તથા શિક્ષકો માટે ટેસ્ટ ફરજીયાત કરાયો છે. ઉપરાંત નક્કી કરાયેલા સમયપત્રક મુજબ મર્યાદિત સંખ્યામાં સ્ટુડન્ટ્સને બોલાવવાનું આયોજન કરાયું છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(8:33 pm IST)