Gujarati News

Gujarati News

News of Monday, 12th October 2020

પંજાબમાં ચાલી રહેલા કૃષિ બિલ વિરુદ્ધ આંદોલનને ટેકો આપવા બ્રિટનમાં વસતા શીખોએ રેલીનું આયોજન કર્યું : કાર ,ટ્રેકટર ,ટેમ્પો ,તથા મોટર સાઇકલ ઉપર સવાર અનેક શીખો રેલીમાં જોડાયા : સોશિઅલ ડીસ્ટન્સનો ભંગ કરવા બદલ તથા ટ્રાફિક જામ કરી દેવાના આરોપ સાથે બ્રિટન સરકારે દંડ ઠપકાર્યો

લંડન : ભારતના પંજાબમાં વસતા ખેડૂતો દ્વારા ચાલી રહેલા કૃષિ બિલ વિરુદ્ધ આંદોલનને સમર્થન આપવા માટે બ્રિટનમાં શીખો દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું .જેમાં કાર ,ટ્રેકટર ,ટેમ્પો ,તથા મોટર સાઇકલ ઉપર સવાર અનેક શીખો જોડાયા હતા.
પરંતુ આ રેલીના આયોજકો તેમજ તેમાં શામેલ લોકોને બ્રિટન સરકારે દંડ કર્યો હતો.જેના કારણમાં જણાવાયા મુજબ રેલીમાં સોશિઅલ ડીસ્ટન્સનો ભંગ થયો હતો.તેમજ ટ્રાફિક જામ કરી દેવાયો હતો.
આયોજકોએ કરેલી દલીલ મુજબ ઈદના તહેવારો સમયે મુસ્લિમોએ છડેચોક સોશિઅલ ડીસ્ટન્સનો ભંગ કર્યો હતો તેમને કોઈપણ દંડ કે શિક્ષા કરવાને બદલે માત્ર શીખોને જ શા માટે નિશાન બનાવાય છે ? તેઓ આ બાબતે કોર્ટમાં જશે તેમ જણાવ્યું હતું .તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(12:41 pm IST)