Gujarati News

Gujarati News

News of Wednesday, 13th January 2021

અમેરિકાના નવનિયુક્ત પ્રેસિડન્ટ જો બિડનના શપથ ગ્રહણ સમારોહ પહેલા ડોનાલ્ડ ટ્રમ્પએ કટોકટી જાહેર કરી : ગઈકાલ સોમવારથી અમલી બનાવાયેલી કટોકટી 24 જાન્યુઆરી સુધી અમલી : 20 જાન્યુઆરીના રોજ આયોજિત જો બિડનના શપથ સમારોહ આડે વિઘ્ન

વોશિંગટન : અમેરિકાના નવનિયુક્ત પ્રેસિડન્ટ જો બિડનનો શપથ સમારોહ 20 જાન્યુઆરીના રોજ આયોજિત કરાયો છે.પરંતુ ત્યાર પહેલા ડોનાલ્ડ ટ્રમ્પએ કટોકટી જાહેર કરી દીધી છે. ગઈકાલ સોમવારથી અમલી બનાવાયેલી કટોકટી 24 જાન્યુઆરી સુધી અમલી રહેશે.પરિણામે 20 જાન્યુઆરીના રોજ આયોજિત જો બિડનના શપથ સમારોહ આડે વિઘ્ન ઉભું થયું છે.

આ કટોકટી પાંચ દિવસ પહેલા સંસદ ઉપર થયેલા હુમલાને ધ્યાને લઇ જાહેર કરાઈ છે.જે મુજબ શપથ સમારોહ સમયે હિંસા થવાની ભીતિ વ્યક્ત કરાઈ છે.તેવું એચ.ટી.દ્વારા જાણવા મળે છે.

(9:23 am IST)
  • દેશમાં ૩૧ જાન્‍યુઆરી સુધી આંગણવાડી ખુલશેઃ કન્‍ટેઇન્‍મેન્‍ટ વિસ્‍તારમાં નહિ ખુલે આંગણવાડીઃ સુપ્રિમકોર્ટનો રાજય અને કેન્‍દ્રશાસીત પ્રદેશને આદેશ access_time 12:25 pm IST

  • રાજકોટ - અમદાવાદ નેશનલ હાઈવે પર માલ્યાસણ નજીક જુદા જુદા સર્વે નંબરમાંથી સરકારી જમીન ઉપર દબાણ દૂર કરવા સવારે ૧૧ વાગ્યાથી કલેકટરનું બુલડોઝર ફરી વળ્યુ. ભંગારના ડેલા, હોટલ, રેસ્ટોરન્ટ, ગેરેજ, પાનની કેબીનો, ચાની કેબીનો બધુ તોડી પડાયુ : કુલ ૨૫ થી વધુ દબાણો સાફ કરાયા : ૨ થી અઢી કરોડની જમીન ખુલ્લીઃ પ્રાંત ચરણસિંહ ગોહીલ અને મામલતદાર કચેરીઓ દ્વારા કાર્યવાહી : હાઈવે પર લોકોના ટોળેટાળા access_time 11:39 am IST

  • પ્રિયંકા ગાંધીનો જન્મ દિવસ : ભારતીય કોંગ્રેસના મહામંત્રી શ્રીમતી પ્રિયંકા ગાંધી વાડ્રાનો આજે ૪૯ મો જન્મદિવસ છે : તેમણે પોતાના જન્મદિવસે ટ્વિટર ઉપર પિતા વડાપ્રધાન સ્વ.રાજીવ ગાંધી સાથેની હૃદયસ્પર્શી તસવીર ટ્વીટ કરી છે : કોંગ્રેસનો હવે ઍક માત્ર આધાર પ્રિયંકા ઉપર હોવાનું પ્રત્યેક કોંગ્રેસી માને છે : જન્મદિવસ ઉપર તેમને ચારેકોરથી અભિનંદન મળી રહ્ના છે.. access_time 5:28 pm IST