Gujarati News

Gujarati News

News of Monday, 14th September 2020

શિકાગોમાં ૧૯૭૫માં ગુંજેલ અહં બ્રહ્માસ્મિનો નાદ

હિન્દીને રાજભાષા બનાવવા રાજેન્દ્રસિંહનું મોટુ યોગદાન

જબલપુર,તા.૧૪ : અમેરિકાના શિકાગોમાં ૧૯૭૫માં યોજાયેલ વિશ્વ સર્વધર્મ સંસદમાં ભારતનું પ્રતિનિધિત્વ કરતા જબલપુરના રાજેન્દ્રસિંહે જ્યારે વિશુધ્ધ હિન્દીમાં અહં બ્રહ્માસ્મિ, તત ત્વમ કહેલ. અને ટ્રાન્સલેટરે જ્યારે તેનું ભાષાંતર કર્યુ તો સમગ્ર હોલ તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠેલ. સ્વામી વિવેકાનંદજી બાદ વિશ્વ ધર્મ સંસદમાં હિન્દીમાં ભાષણ દેવાનું સન્માન એક માત્ર રાજેન્દ્રસિંહને જ મળેલ.

રાજેન્દ્રસિંહના પૌત્ર ડો. અનુપમસિંહે જણાવેલ કે, તેમણે હિન્દીને રાજભાષા બનાવવા ખુબ જ યોગદાન આપેલ. તેમના ૫૦ મા જન્મદિને ૧૯૪૯માં હિન્દીને રાજભાષાના રૂપે સ્વીકાર કરાયેલ.

(2:52 pm IST)