Gujarati News

Gujarati News

News of Saturday, 14th November 2020

કાયદો બધા માટે સમાન : ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રી ઇવાન્કા ટ્રમ્પના ત્રણે બાળકોને સ્કૂલમાંથી છુટા કરી દેવાયા : કોવિદ -19 ના નિયમોનું પાલન નહીં કરવાથી બીજી સ્કૂલમાં દાખલ કરવા પડ્યા

વોશિંગટન : અમેરિકાની લોક્શાહીએ પરિપક્વતાનું ઉદાહરણ પૂરું પડ્યું છે.જે મુજબ પ્રેસિડન્ટ પદની ચૂંટણીમાં પરાજિત થયા પછી પણ હજુ સુધી હોદ્દો ભોગવી રહેલા ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રી ઇવાન્કા ટ્રમ્પના ત્રણે બાળકોને વૉશિન્ગટનની સુવિખ્યાત ગણાતી સ્કૂલમાંથી ઉઠાડી લેવાની ફરજ પડી છે.

અન્ય બાળકોના વાલીઓ દ્વારા અવારનવાર આવતી ફરિયાદો મુજબ આ ત્રણે બાળકો માસ્ક પહેરવા કે સોશિઅલ ડીસ્ટન્સનું પાલન કરવા સહિતના નિયમોનો ઉલાળિયો કરતા હતા જે બદલ તેમના વાલીઓને  નોટિસ પણ આપવામાં આવી હતી.પરંતુ તેનો અમલ નહીં થતા ફરજીયાત ત્રણે બાળકોને છુટા કરવાનું પગલું ભરવું પડ્યું છે.તેવું સંચાલકોએ જણાવ્યું હતું.આથી આ ત્રણે બાળકોને બીજી સ્કૂલમાં દાખલ કરાયા હતા . તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(6:56 pm IST)