Gujarati News

Gujarati News

News of Wednesday, 16th September 2020

ચીન અને હોંગકોંગના પ્રવાસે જશો નહીં : કોઈ પણ બહાનું કાઢી ધરપકડ કરી લેશે : અમેરિકા અને બ્રિટનની પોતાના નાગરિકોને સંયુક્ત સૂચના

વોશિંગટન : ચીન સામે નહોર ભરાવવા હવે અમેરિકા અને બ્રિટન એક થઇ ગયા છે.ગઈકાલે બંને દેશની સરકારે સંયુક્ત એડવાઈઝરી જાહેર કરી છે.જે મુજબ પોતાના નાગરિકોને ચીન અને હોંગકોંગના પ્રવાસે ન જવાની સૂચના આપી છે.
એડ્વાઇઝરીમાં જણાવ્યા મુજબ આ બંને દેશની ચાઈનીઝ સરકાર કોઈ પણ બહાનું કાઢી અમેરિકા અને બ્રિટનના પ્રવાસીઓની ધરપકડ કરે તેવી શક્યતા છે.
આ સંયુક્ત એડ્વાઇઝરીને કારણે અમેરિકા અને બ્રિટનના ચીન સાથેના સબંધો વધુ તંગ થઇ શકે છે.
ઉલ્લેખનીય છે કે અમેરિકાએ તો ચીનના નાગરિકો અને સ્ટુડન્ટ્સને વિઝા આપવાના નિયમો પણ કડક કરી દીધા છે.જે અંગે ચીને રાવ કરી છે.

(1:01 pm IST)
  • ચીનના જાસૂસી કાંડ મામલે તપાસ :ચીની કંપનીના જાસૂસી કાંડ મામલે કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય સાયબર સુરક્ષા સમન્વયકના વડપણ હેઠળ કમિટીની રચના :30 દિવસમાં માંગ્યો રિપોર્ટ access_time 1:03 am IST

  • પાકિસ્તાનની સંસદે ભારતીય નાગરિક કુલભૂષણ જાધવને લગતા વટહુકમની મુદત ચાર મહિના સુધી વધારી દીધી છે. વટહુકમથી જાધવને તેમની સજા સામે ઉપલી કોર્ટમાં અપીલ દાખલ કરવાની મંજૂરી આપવામાં આવી છે. access_time 10:59 pm IST

  • રાજસ્થાનમાં ફરી રાજકીય તણાવના એંધાણ : ગેહલોતના મંત્રી વિરુદ્ધ ધારાસભ્યે ખોલ્યો મોરચો : ગજેન્દ્રસિંહ શેખાવતે કહ્યું હવે શરૂ થશે નકારાનિકમ્મા પાર્ટ-2: ખાણ વિભાગના મંત્રી પ્રમોદ જૈન ભાયાનું નામ લીધા વિના ધારાસભ્ય ભરતસિંહે લખેલ પત્રમાં કહેવાયું કે મુખ્યમંત્રીએ રાજ્યના પ્રભારી મંત્રીઓને બદલી નાખ્યા પરન્તુ સૌથી ભ્રષ્ટ મંત્રીને હજુ સુધી બરખાસ્ત કર્યા નથી access_time 8:58 am IST