Gujarati News

Gujarati News

News of Wednesday, 16th September 2020

હવે અલ્ઝાઈમરના નિદાન માટે લાંબી અને ખર્ચાળ પ્રક્રિયામાંથી પસાર નહીં થવું પડે : ઇન્ડિયન અમેરિકન સંશોધક સુશ્રી કે.પી સુબ્બાલક્ષ્મીએ નવો સોફ્ટવેર તૈયાર કર્યો

ન્યુયોર્ક : યુ.એસ.સ્થિત ઇન્ડિયન અમેરિકન સંશોધક સુશ્રી સુબ્બાલક્ષ્મીએ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અલ્ગોરિધમ તૈયાર કર્યું છે.આ સોફ્ટવેર દ્વારા અલ્ઝાઈમરનું નિદાન કોઈપણ જાતની લાંબી અને ખર્ચાળ પ્રક્રિયામાંથી પસાર થયા વિના સરળતાથી થઇ શકશે.
આ સોફ્ટવેર નિદાન ઉપરાંત તે થવાનું કારણ  પણ બતાવશે જેથી  સારવાર માટે ફિઝીશીઅનને મદદ મળી શકશે.
સુશ્રી કે.પી.સુબ્બાલક્ષ્મી ન્યૂજર્સીના સ્ટીવન્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજીમાં સંશોધક તરીકે કાર્યરત છે.

(7:57 pm IST)