Gujarati News

Gujarati News

News of Wednesday, 13th January 2021

અમેરિકામાં સમુદ્રી ગાય નામક જળચર પ્રાણીની પીઠ ઉપર ' ટ્રમ્પ ' લખેલું જોવા મળતા બબાલ : માહિતી આપનાર માટે 5 હજાર ડોલરનું ઇનામ જાહેર કરાયું

ફ્લોરિડા : અમેરિકાના ફ્લોરિડામાં આવેલી હોમોસાસા નદીમાં વિલુપ્ત થઇ રહેલી જળચર જાતિ સમુદ્રી ગાયની પીઠ ઉપર ' ટ્રમ્પ ' લખેલું જોવા મળતા ભારે ધમાલ મચી ગઈ છે.તથા લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે.

સ્થાનિક સમાચાર પત્રમાં જાહેર થયેલી વિગતથી મળતી માહિતી મુજબ એક મહિલા આ નદીમાં બોટિંગ માટે ગઈ  ત્યારે સમુદ્રી ગાયની પીઠ ઉપર " ટ્રમ્પ " લખેલું જોવા મળતા તે અચંબામાં પડી ગઈ હતી.તથા તાત્કાલિક તેનો વિડિઓ ઉતારી વાઇરલ કર્યો હતો.

આ વિડિઓ જોઈને બબાલ શરૂ થઇ ગઈ હતી.ફ્લોરિડાની  ફિશ એન્ડ વાઈલ્ડ લાઈફ સર્વિસે તાત્કાલિક તપાસના આદેશ આપ્યા હતા.તથા સેન્ટર ફોર બાયોલોજીકલ ડાઇવર્સીટીએ માહિતી આપનાર માટે 5 હજાર ડોલરનું ઇનામ જાહેર કર્યું હોવાનું એચ.ટી.દ્વારા જાણવા મળે છે.

 

(12:33 pm IST)