Gujarati News

Gujarati News

News of Monday, 19th October 2020

મારા પિતા અને નરેન્દ્ર મોદી વચ્ચે ગાઢ સબંધો છે : બંને વિશ્વાસપાત્ર મિત્રો છે : જુનિયર ડોનાલ્ડ ટ્રમ્પ

વોશિંગટન : અમેરિકામાં યોજાનારી પ્રેસિડન્ટ પદની ચૂંટણીનો પ્રચાર ચરમ સીમાએ છે.રિપબ્લિકન ઉમેદવાર તથા અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ અને ડેમોક્રેટ ઉમેદવાર જો બિડન વચ્ચે રસાકસી ભરી સ્પર્ધા છે.
આ સંજોગોમાં અમેરિકામાં વસતા ભારતીય મૂળના મતદારોની સંખ્યા 20 લાખ ઉપર થવા જાય છે.જેઓની વસ્તીનું પ્રમાણ અમુક રાજ્યોમાં વધુ હોવાથી તેઓ ચૂંટણી પરિણામોમાં ચાવી રૂપ પુરવાર થઇ શકે તેમ છે.તેથી ભારતીયોને રીઝવવા બંને પાર્ટીના પ્રયત્નો ચાલુ છે.જે અંતર્ગત ડોનાલ્ડ ટ્રમ્પની ભારતની મુલાકાત તથા ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની અમેરિકાની મુલાકાતને યાદ કરી રિપબ્લિકન પાર્ટી દ્વારા બંને દેશના પ્રાઈમ મિનિસ્ટર વચ્ચેના ગાઢ સબંધોનો ઉલ્લેખ કરી ભારતીયોનું દિલ જીતી લેવાનો પ્રયાસ થઇ રહ્યો છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

 

(12:14 pm IST)
  • 20 ઓક્ટોબરથી બિહારના ચૂંટણી પ્રચારમાં યોગી આદિત્યનાથની એન્ટ્રી : આવતીકાલ મંગળવારે રામગઢ ,અરાવલ ,તથા કારકટ ,બુધવારે જમુઈ ,તરરી,તથા પાલીગંજ ,સાથે કુલ 6 રેલી સંબોધશે : વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી 23 ઓક્ટોબરથી 3 નવેમ્બર દરમિયાન 12 રેલી સંબોધશે access_time 12:25 pm IST

  • રાજકોટ મહેસુલી જિલ્લામાં પૂર્વ પરીક્ષા પાસ ન કરતા ફિકસ પગારવાળા બે કારકૂનને નોકરીમાંથી છૂટા કર્યા : રાજયમાં ૨૦૦૮થી મહેસુલ ખાતામાં ફિકસ પગાર મામલતદારની નિમણુંક થાય છે : આ લોકોએ ફરજીયાત પૂર્વ પરીક્ષા ત્રણ ટ્રાયલમાં પાસ કરવાની હોય છે : આવી પરીક્ષા ત્રણ તબક્કામાં પાસ ન કરનાર રાજકોટ અને કોટડા સાંગાણીના બે કારકૂનને કલેકટરે નોકરીમાંથી છૂટા કરી દેતો હુકમ કર્યો છે : તાજેતરમાં રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પૂર્વ તાલીમ પરીક્ષા પાસ ન કરનારને ડાયરેકટ નોકરીમાંથી છૂટા કરાશે તેવી જાહેરાત કરી હતી. access_time 3:36 pm IST

  • મહારાષ્ટ્રમાં દશેરાના તહેવાર ઉપર દર વર્ષે નીકળતી નાંદેડ ગુરુદ્વારાની શોભાયાત્રા ઉપર રોક : કોરોના કહેરને કારણે જાહેર શોભાયાત્રા જોખમી પુરવાર થઇ શકે તેવી મહારાષ્ટ્ર સરકારની રજુઆત : ગુરુદ્વારાના સંચાલકો સુપ્રીમ કોર્ટમાં જતા નામદાર કોર્ટએ મુંબઈ હાઇકોર્ટમાં જવા સૂચના આપી access_time 1:43 pm IST