Gujarati News

Gujarati News

News of Monday, 19th October 2020

એશિયામાં સૌથી વધુ તાકાત ધરાવતા વિશ્વના 26 દેશોમાં ભારત ચોથા ક્રમે : ચીન બીજા ક્રમે : ચીનની આર્થિક વૃદ્ધિના 40 ટકાએ પહોંચવામાં પણ ભારતને હજુ એક દસકો લાગશે : સિડનીની લોવી ઇન્સ્ટિટ્યુટનો સર્વે

સિડની : સિડનીની લોવી ઇન્સ્ટિટ્યુટે એશિયામાં સૌથી વધુ તાકાત ધરાવતા  વિશ્વના  26 દેશોની યાદી બહાર પાડી છે.જેમાં પ્રથમ ક્રમે અમેરિકા તથા બીજા ક્રમે ચીન છે.ત્રીજા ક્રમે જાપાન બાદ ચોથા ક્રમે ભારત છે.પાંચમા ક્રમે રશિયા ,છઠ્ઠા ક્રમે ઓસ્ટ્રેલિયા ,સાતમા ક્રમે સાઉથ કોરિયા ,આઠમા ક્રમે સિંગાપોર ,બાદ નવમા તથા દસમા ક્રમે અનુંક્રમે થાઈલેન્ડ અને મલેશિયા છે.
સર્વેમાં જણાવાયા મુજબ કોરોના કહેર દરમિયાન ભારતે ચીન કરતા આગળ નીકળી જવાનો મોકો ગુમાવી દીધો છે.હાલમાં ભારત  ચીન કરતા આર્થિક તેમજ સૈન્ય ક્ષેત્રે ચીન કરતા પાછળ છે. ચીનની આર્થિક વૃદ્ધિના 40 ટકાએ પણ પહોંચવામાં ભારતને હજુ એક દસકો લાગશે.તેવું સર્વેમાં જણાવાયું છે. 

(1:18 pm IST)
  • આજે ચેન્નઈ અને રાજસ્થાન બે સમદુખીયા બાથે વળગશે access_time 2:37 pm IST

  • દેશમાં કોરોનાના કહેર વચ્ચે નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં સતત વધારો : એક્ટિવ કેસમાં એકધારો ઘટાડો : રાત્રે 10-45 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 54,155 કેસ નોંધાયા : કુલ કેસનો આંકડો 75,46,882 થયો :એક્ટીવ કેસ ઘટીને 7,73,807 થયા : વધુ 62,829 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 66,57,228 રિકવર થયા : વધુ 556 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,14, 621 થયો access_time 8:31 am IST

  • દેશમાં કોરોના કેસનો આંકડો 76 લાખની નજીક પહોંચ્યો :છેલ્લા કેટલાય દિવસોથી નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં સતત વધારો : એક્ટિવ કેસમાં એકધારો ઘટાડો : રાત્રે 12 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 45,048 કેસ નોંધાયા : કુલ કેસનો આંકડો 75,94,285 થયો :એક્ટીવ કેસ ઘટીને 7,47,437 થયા : વધુ 69,562 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 67,30,379 રિકવર થયા : વધુ 588 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,15,235 થયો access_time 1:17 am IST