Gujarati News

Gujarati News

News of Thursday, 17th September 2020

નેપાળની હરકત : ભાવિ પેઢીને નેપાળનો નવો નકશો શીખડાવશે : ઉત્તરાખંડના કાલપાણી, લિપુલેખ અને લિમ્પિયાધુરા નેપાળમાં દર્શાવતો વિવાદાસ્પદ નકશો અભ્યાસક્રમમાં દાખલ : 1 રૂપિયા અને 2 રૂપિયાના સિક્કા ઉપર પણ નવો નકશો છાપશે

કાઠમંડુ : નેપાળે ભારત નેપાળ બોર્ડર ઉપરના કાલપાણી, લિપુલેખ અને લિમ્પિયાધુરા પોતાની સરહદમાં છે.તે દર્શાવવા માટે બંધારણમાં પણ સુધારો કરી લીધો છે.અને હવે સ્કૂલોના અભ્યાસક્રમમાં પણ ઉપરોક્ત વિસ્તારો નેપાળમાં દર્શવતા વિવાદાસ્પદ નકશાનો સમાવેશ કરી દીધો છે.
નેપાળની હરકત આટલેથી અટકતી નથી .તેણે 1 રૂપિયા અને 2 રૂપિયાના સિક્કા ઉપર પણ નવો નકશો મુકવાનું નક્કી કર્યું છે.
નેપાળ ઉત્તરાખંડના કાલપાણી, લિપુલેખ અને લિમ્પિયાધુરા પર પોતાનો દાવો કરે છે. મે મહિનામાં જ્યારે રક્ષામંત્રી રાજનાથ સિંહે લિપુલેખ થઈને જતા કૈલાશ માનસરોવર રોડ લિંકનું ઉદ્ધઘાટન કર્યું તો નેપાળે વાંધો ઉઠાવ્યો હતો. ત્યાર પછી નેપાળે આ ત્રણેય વિસ્તારોને સામેલ કરીને પોતાનો નવો નકશો જાહેર કરી દીધો હતો. નેપાળને નવા નક્શાને માન્યતા આપવા માટે બંધારણમાં પણ સુધારો કરાયો છે.
        નેપાળના શિક્ષણમંત્રાલયે માધ્યમિક શિક્ષણના નવા પુસ્તકમાં સંપૂર્ણ નેપાળનું ક્ષેત્રફળ સાર્વજનિક કર્યું છે, જેમાં પણ કાલાપાની, લિમ્પિયાધુરા અને લિપુલેખને નેપાળનો હિસ્સો બતાવવામાં આવ્યો છે. પુસ્તકમાં દાવો કરવામાં આવ્યો છે કે લિમ્પિયાધુરા, લિપુલેખ તથા કાલાપાની ક્ષેત્રમાં લગભગ 542 ચો કિમી ક્ષેત્રફળ પર ભારતે કબજો કર્યો છે અને એ નેપાળનો જ હિસ્સો છે. નેપાળ સરકારે ‘નેપાળી ભૂભાગ અને સંપૂર્ણ સીમા સ્વાધ્યાય સામગ્રી’નામના પુસ્તકનું વિમોચન કર્યું છે. આ પુસ્તકમાં નેપાળનું કુલ ક્ષેત્રફળ 1,47,641.28 ચો કિમી દેખાડવામાં આવ્યું છે, જેમાં વિવાદિત વિસ્તારોનું ક્ષેત્રફળ પણ સામેલ કરવામાં આવ્યું છે.
         નેપાળ સરકારે પોતાની રાષ્ટ્રીય બેન્કોને એક અને બે રૂપિયાના સિક્કા પર નેપાળનો નવો નકશો અંકિત કરવા માટે મંજૂરી આપી દીધી છે. અત્યારસુધીમાં સિક્કા અને નોટો પર નેપાળનો જૂનો નકશો જ હતો. નવા સિક્કામાં અંકિત થનારા નકશામાં લિમ્પિયાધુરા, કાલાપાની અને લિપુલેખને પણ સામેલ કરવાની મંજૂરી કેન્દ્રીય બેન્કને આપવામાં આવી છે.

(6:03 pm IST)