Gujarati News

Gujarati News

News of Wednesday, 18th November 2020

' 2020 ની સાલની ચૂંટણી બિલકુલ સુરક્ષિત છે ' તેવું કહેનાર અધીકારીને ટ્રમ્પએ પાણીચું પકડાવી દીધું : મત ગણતરીમાં ઘાલમેલ થઇ છે : મૃતકોના નામે પણ મત અપાયા છે : ટ્રમ્પના આક્ષેપો

વોશિંગટન : અમેરિકામાં 3 નવેમ્બરના રોજ યોજાઈ ગયેલી પ્રેસિડન્ટ પદની ચૂંટણીમાં પરાજિત જાહેર થયેલા વર્તમાન પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ હાર સ્વીકારવા તૈયાર નથી.તેમજ વ્હાઇટ હાઉસનો કબ્જો પણ છોડવા તૈયાર નથી.

તેમણે મત ગણતરીમાં ઘાલમેલ થઇ હોવાના આરોપો લગાવ્યા છે.જે મુજબ હજારો  મતો ગણવાના બાકી રહી ગયા હતા.અથવા તો ખોટા ગણાય હતા.એટલું જ નહીં મૃતકોના નામે પણ મતો અપાય હોવાનો તેમણે આક્ષેપ કર્યો છે. ઉપરાંત પોતાને મળેલા મતો બિડનના ખાતે જમા થઇ ગયા હતા. તેવો પણ આક્ષેપ કર્યો છે. જોકે  આ આક્ષેપો તેઓ પુરવાર કરી શક્યા  નથી.

દરમિયાન ' 2020 ની સાલની ચૂંટણી બિલકુલ સુરક્ષિત છે ' તેવું કહેનાર સાઇબર સિકયુટી એન્ડ ઇન્ફાસ્ટ્રકચર સિક્યુરિટી એજન્સીના નિર્દેશક ક્રિસ્ટોફર ક્રેબ્સને તેમણે પાણીચું પકડાવી દીધું છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(12:16 pm IST)