Gujarati News

Gujarati News

News of Friday, 18th September 2020

યુ.એસ. માં ક્યુપર્ટીનો યુનિયન સ્કૂલ ડીસ્ટ્રીકટ સીટ માટે ઇન્ડિયન અમેરિકન મહિલા સુશ્રી સુધા કાસમશેટ્ટીએ ઉમેદવારી નોંધાવી

કેલિફોર્નિયા : યુ.એસ.સ્થિત ઇન્ડિયન અમેરિકન મહિલા સુશ્રી સુધા કાસમશેટ્ટીએ ક્યુપર્ટીનો યુનિયન સ્કૂલ ડીસ્ટ્રીકટ સીટ માટે ઉમેદવારી નોંધાવી છે.
આ સ્કૂલ ડીસ્ટ્રીકટ સીટ માટેની 2 સીટ ઉપર 4 ઉમેદવારો મેદાનમાં છે.
સુશ્રી સુધા ક્યુપર્ટીનોમાં રહે છે.તેઓ વ્યવસાયિક મહિલા છે.તેમજ ડાન્સ સ્ટુડિયો પણ ચલાવે છે.તેઓ ક્યુપર્ટીનો સીટીઝન એડવાઈઝરી કમિટી તથા ફાઈન આર્ટ કમિશનમાં પણ સેવાઓ આપે છે.
તેઓ ભાવિ પેઢીને શ્રેષ્ઠ શિક્ષણ મળી શકે તે માટે ઉપરોક્ત ચૂંટણી લડવા માંગે છે.

(6:25 pm IST)