Gujarati News

Gujarati News

News of Tuesday, 19th January 2021

આવતીકાલ 20 જાન્યુઆરીના રોજ અમેરિકાના 46 મા પ્રેસિડન્ટ જો બિડનનો શપથવિધિ : બપોરે 12 વાગ્યે યોજાનારો શપથવિધિ પ્રોગ્રામ ભારતીય સમય મુજબ રાત્રે 10-30 કલાકે પ્રસારિત થશે : અમેરિકાના ટેલિવિઝન તથા સોશિઅલ મીડિયા ABC, NBC, CBS, Fox, CNN, PBS, Telemundo, Univision અને MSNBC ઉપર લાઈવ પ્રસારણ : વ્હાઇટ હાઉસની અધિકૃત વેબસાઈટ તથા બિડન ઇનોગ્રેશન કમિટી દ્વારા યુટ્યુબ ઉપર જોઈ શકાશે

વોશિંગટન : આવતીકાલ 20 જાન્યુઆરી બુધવારના રોજ અમેરિકાના 46 મા  પ્રેસિડન્ટ જો બિડનનો શપથવિધિ યોજાશે.જેનો સમય બપોરે 12 વાગ્યાનો છે.જે ભારતીય સમય મુજબ રાત્રે 10-30 કલાકે પ્રસારિત થશે .
કાર્યક્રમનું લાઈવ પ્રસારણ  અમેરિકાના ટેલિવિઝન તથા સોશિઅલ  મીડિયા ABC, NBC, CBS, Fox, CNN, PBS, Telemundo, Univision અને MSNBC ઉપર થશે.ઉપરાંત  વ્હાઇટ હાઉસની અધિકૃત વેબસાઈટ તથા બિડન ઇનોગ્રેશન કમિટી દ્વારા યુટ્યુબ ઉપર જોઈ શકાશે .

સાથોસાથ અમેરિકાના વાઇસ પ્રેસિડન્ટ તરીકે ચૂંટાઈ આવેલા ઇન્ડિયન અમેરિકન મહિલા સુશ્રી કમલા હેરિસનો શપથવિધિ પણ આવતીકાલ યોજાનાર છે.

ત્યાર પહેલા આજ 19 જાન્યુઆરીના રોજ પ્રેસિડન્ટ ઇનોગ્રેશન કમિટીના ઉપક્રમે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે.

ઉલ્લેખનીય છે કે પરાજિત પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થકો દ્વારા 6 જાન્યુઆરીના રોજ કેપિટલ હિલ ઉપર હિચકારો હુમલો થયો હતો.તેથી આવતીકાલે યોજાનારા શપથવિધિ પ્રસંગે કેપિટલ હીલને કિલ્લેબંધીમાં ફેરવી દેવાયું છે.તથા અનેક સૈનિકોની ફોજ તહેનાત કરી દેવાઈ છે.જોકે આ વખતે કોરોના સંક્રમણને કારણે લિમિટેડ લોકોને જ આમંત્રિત કરાયા છે.

(6:21 pm IST)